________________
૧. સુનિપુણા :–અહીં નિપુણતાથી ધર્માસ્તિકાયાદિ સૂક્ષ્મદ્રવ્યોનું તથામતિ આદિ પાંચ પ્રકારનાં સૂક્ષ્મ જ્ઞાનોનું નિરૂપણ સમજવું.
૨. અનાદિનિધના : દ્રવ્યાર્થિકનયથી આ દ્વાદશાંગી પૂર્વે કદી નહોતી અને ભવિષ્યમાં કદી નહિ હોય, એમ નથી. અર્થાત્ અનાદિઅનંત છે.
૩. ભૂતહિતા :–પ્રાણી માત્રને પીડા નહિ કરનારી તથા સર્વને હિત કરનારી.
૪. ભૂતભાવના :–અનેકાન્તતત્ત્વની વાસનાવાળી. દૃષ્ટાંત તરીકે ચિલાતિપુત્રાદિ અનેક આત્માઓને ત્રિપદી આદિના વિચારથી હિત કરનારી.
૫. (ક) મહાર્યા :-સર્વોત્તમ હોવાથી મહામૂલ્યવાળી. કહ્યું છે કે :
કલ્પવૃક્ષ માત્ર કલ્પેલી વસ્તુને આપે છે, ચિંતામણિ માત્ર ચિંતવેલી વસ્તુને આપે છે. શ્રીજિનેન્દ્રધર્મની શ્રેષ્ઠતા આગળ બંને વસ્તુઓ લઘુતાને પામે છે.
(ખ) ઋણદના :-ઋણ એટલે કર્મ, તેને હણનારી. કહ્યું છે કે :
અજ્ઞાની ઘણાં ક્રોડો વર્ષે જે કર્મને ખપાવે છે, તે કર્મને ત્રણ ગુપ્તિથી ગુપ્ત જ્ઞાની ઉચ્છવાસ માત્રમાં ખપાવે છે.
૬. અમિતા :-અપરિમિત, અમૃત, અમૃષ્ટ, પથ્ય, સજીવ અથવા સાર્થક ઇત્યાદિ વિશેષણોવાળી.
૭. અજિતા ઃ-કુનયો વડે અપરાજિત.
૮. મહાર્થા :-પૂર્વાપર અવિરુદ્ધ, વ્યાખ્યાના અનેક ધારોવાળી તથા અનેક નયોથી, ગર્ભિત અથવા પ્રધાન પ્રાણીઓમાં રહેલી અથવા મહાન વિશ્વાસનું સ્થાન અથવા પૂજાને યોગ્ય
૯. મહાનુભાવા :-મહાન સામર્થ્યવાળી.
૧૦. મહાવિષયા :-મહા વિષયવાળી એટલે સર્વ દ્રવ્યાદિને વિષય કરવાવાળી, વિધિ નિષેધ મુખથી, ઉત્પાદ વ્યય ધ્રૌવ્યથી. સચ્ચિદાનંદાત્મક સ્વરૂપથી પદાર્થ માત્રને વિષય–કરવાવાળી, ભૂતપૂર્વ નયથી અથવા ભાવિ મૈગમ નયથી સર્વ અર્ચિત્— અચેતન પણ ચિદાનંદાત્મક—ચેતન સ્વરૂપ છે, એમ શ્રીજિનાગમમાં કહેલું છે.
ધર્મ-ચિંતન ૦ ૪૩૯