________________
એ તક જોતો હતો. લાગ જોતો હતો. લાગ મળે તો અપમાનનો બદલો તમાચાથી
વાળવાની એને ધૂન લાગી હતી. આ જ પ્રસંગ ઠીક લાગ્યો. માર્ગમાં ખાસ અવર-જવર પણ નહોતી, ગલીનો વળાંક હતો, બત્તી જરા દૂર હતી એટલે એણે લાગ જોઈ, રમણલાલને એક ધોલ મારી, એની પાઘડી ધૂલ ભેગી કરી એ છૂ થઈ ગયો.
રમણલાલ શાણા, ચકોર અને સમયજ્ઞ હતા. એમણે પાછું વળી જોયું પણ રસિકલાલ ક્યારનોય અદશ્ય થઈ ગયો હતો એટલે કાંઈ પણ બોલ્યા વિના, પાઘડીની ધૂળ ખંખેરી, માથા ૫૨ મૂકી, જાણે કાંઈ જ બન્યું નથી, એ રીતે આગળ વધ્યા.
હિરલાલ એ રમણલાલનો વફાદાર અને ભલો નોકર હતો, એનાથી આ દશ્ય ન જોવાયું. એને લાગી આવ્યું પણ પકડનાર કરતાં ભાગનારના પગમાં જોર અને વેગ વધારે હતાં. એ પહોંચી ન શક્યો એટલે બબડવા લાગ્યો : “અરે, અરે, આણે શેઠની ઇજ્જત લીધી!.શેઠનું અપમાન કર્યું ! નીચ બદમાસે, શેઠની પાઘડી ધૂળ ભેગી કરી !”
મકાનમાં પેસતાં જ સામે ૨ામો મળ્યો. “અરે” રામા ! પેલા નાલાયક રસિકે શેઠને તમાચો માર્યો, શેઠની પાઘડી ધૂલ ભેગી કરી, શેઠની ઇજ્જત લીધી.” રામાના ખભાને ઢંઢોળતા હિરલાલે કહ્યું. આ જ વાત રસોયાને કહી અને પછી બીજાઓનો ભેગા કરી આ જ વાતનું પારાયણ એ કરવા લાગ્યો : “તમાચો મારી, શેઠની ઇજ્જત લીધી.”
સૌની આગળ આ પ્રસંગને રસપૂર્વક વર્ણવતો હરિલાલ પોતાના મનમાં, પોતાની વફાદારી ૫૨, અને પોતાની આવડત ૫૨ મલકાતો હતો. પણ વિવેકહીન વાચવાથી કેટલું નુકશાન થાય છે. એ એને સમજાતું નહોતું. અવિવેકીની વિશેષતા જ એ કે એ પોતાના અજ્ઞાન ઉપર પણ જ્ઞાનની છાપ મારી એનું પ્રદર્શન ભરે.
રમણલાલે હરિલાલને ખૂણામાં લઈ જઈ કહ્યું. “અરે મૂર્ખ ! ઇજ્જત એણે નથી લીધી, પણ ઇજ્જત તો તેં લીધી. ગલીમાં તમાચો માર્યો એ તો હું અને એ જ જાણીએ. પણ ગમાર ! તેં તો એ ગુપ્ત વાતની સૌને ખબર આપી. આ વાત કોઈ નહોતું જાણતું તેં સૌને જણાવી. એટલે ઇજ્જત એનાથી નથી ગઈ, પણ તારાથી ગઈ વિવેકવિહોણા તારા જેવા મૂર્ખ, ભલાઈને નામે બૂરાઈ કરે, સારાના નામે ખરાબ કરે, ધોળાના નામે કાળું કરે ! માટે જરા વિવેક કેળવ !”
આટામાં જે સ્થાન લૂણનું છે, માનવજીવનમાં તે સ્થાન વિવેકનું છે. લૂણ વગરના આટા જેવું બેસ્વાદું વિવેક સિવાયનું જીવન બની જાય છે. પરના ગૌરવને
વધારવાની સાથોસાથ સ્વની ઇજ્જત વધારનારા વિવેકને સદા વંદના !
ધર્મ-ચિંતન ૦ ૪૩૧