Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 450
________________ જવાથી મારી ચાલ ધીરી પડી ગઈ અને ચાર રસ્તે પહોંચતાં થંભી જવાયું. આંખો ઊંચી કરીને જોયું તો મારી ચારે બાજુએ મોટરો હતી. વચ્ચે હું એકલો ઊભો હતો. તેમ છતાં મનમાંથી છૂટેલાં શ્રીનવકારના જોરદાર આંદોલનોની અમાપ શક્તિના પ્રભાવે ચારમાંથી એકપણ દિશાની મોટર મારા શરીર સુધી આવી શકી નહોતી. હું શરમાઈને આઘો ખસી ગયો એટલે મોટરો માર્ગે પડી. તે પછી ચાર કલાક સુધી શ્રીનવકારના અમાપ ઉપકારને યાદ કરીને હું ખૂબ રોયો. તેમ જ શ્રીનવકા૨ને વધુ ભાવ આપવાનો દૃઢ સંકલ્પ કર્યો. અનુગ્રહ અને સમર્પણ અનુગ્રહના સિદ્ધાંત ઉપર સમગ્ર ‘ઉપમિતિ કથા’ની રચના છે. અનુગ્રહના સિદ્ધાંતથી જ ગુરુકુળવાસનું મહત્વ છે. અનુગ્રહના સામર્થ્યને ભૂલવાથી સાધુજીવનની પણ રક્ષા થઈ શકતી નથી. અનુગ્રહનો અપલાપ કરનાર વધુ સ્વરછંદી બને છે. સાધુતા માત્ર શુષ્કજ્ઞાનના કારણે નહિ, પણ ચારિત્રના કારણે શ્રેષ્ઠ છે. સાધુ જીવન દસ પ્રકારની સામાચારી ઉપર જીવંત છે અને તે સામાચારી સમર્પણભાવ અને અનુગ્રહ ભાવના સમર્થન માટે છે. ‘નમો અરિહંતાણં’ પદ પણ સમર્પણભાવ અને અનુગ્રહભાવના સામર્થ્યનું સૂચક છે. ‘નમો' એ સમર્પણભાવ છે. તે ભાવના પ્રમાણમાં જ ‘અરિહંતાણં’ અરિહંતોનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. એ રીતે પ્રથમ પદમાં જ સમર્પણ ભાવ અને અનુગ્રહ ભાવ વચ્ચે રહેલા કાર્યકારણ ભાવનો નિયમ પ્રદર્શિત કરાયો છે. સમર્પણ અનુરાગ સૂચક છે. અનુગ્રહ માનવાથી અનુરાગ ઉત્પન્ન થાય છે અને અનુરાગથી વિશિષ્ટ અનુગ્રહ પ્રાપ્ત થાય છે. ધર્મ-ચિંતન ૦ ૪૩૩

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458