Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

View full book text
Previous | Next

Page 443
________________ ચાલ્યો જતો હતો. તે વખતે, પીળા અને લાલ રંગોવાળી સુંદર ડીઝાઈવાળી સાડી અને લીલા કંચૂકી પહેરેલી એક દેવી આકાશમાંથી ઉતરીને, મારી સન્મુખ આવી ઊભી રહી. તે દેવી બોલી કે : “તેં તારા જ્ઞાન દ્વારા મારા મહિનાનો શુદ્ધબુદ્ધિએ જગતભરમાં પ્રચાર કર્યો છે, તું મારો જ્ઞાની ધર્મપુત્ર છે.” એમ કહી મને છાતી સરસો ચાંપી દીધો. હું તો વિચારતો જ રહ્યો કે આ બધું શું થઈ રહ્યું છે? મેં તેમને જવાબ આપ્યો કે –“માતાજી ! મેં તો જીવનભર પેટ ભરવાનું જ કામ કર્યું છે અને મેં ભક્તિરૂપી ફૂલો જ આપની સામે ધર્યા છે, મારું તે એવું શું ગજું કે હું આપને આકર્ષી શકું ? આપની મારા ઉપર મહેરબાની છે એ જ બસ છે.” એમ કહીને તેઓ કોણ છે? તેમ પૂછતાં જ દેવીશ્રી પોતાનો પરિચય આપ્યા વિના બોલ્યાં કે – “ તારા આ દુઃખમાંથી તું તાત્કાલિક મુક્ત થઈ જઈશ, કોઈ જાતની ચિંતા કરીશ નહીં, તારે હજુ ઘણી સાધના કરવાની બાકી છે.” એમ કહીને અદશ્ય થઈ ગયાં. ચોથો બચાવ આસો વદી ૧૩ને સોમવારે સવારના ૧૦-૧૫ મિનિટે મારા ડાબા પગના દુ:ખાવાવાળો સાંધાનો ભાગ કોઈએ કચકચાવીને બેસાડી દીધો. હું જાગી ગયો, જોઉં છું તો મારો ડાબો પગ ધ્રૂજતો હતો. હું માનું છું કે મને નમસ્કાર મહામંત્ર ગણતો અટકાવવા માટે આ મારી અગ્નિપરીક્ષા હતી. આવો જ ઉપદ્રવ મને આજથી છવ્વીશ વર્ષ પહેલાં “ઉપસર્ગહર, સ્તોત્ર' ગણતાં અટકાવવા માટે થયો હતો આ વખતે મને આર્થિક સ્થિતિએ બેહાલ કરી દેવામાં આવ્યો હતો. આ વખતે મને એક કરોડ નવકાર ગણવાના મારા નિશ્ચયમાંથી ડગાવવા માટે મરણાંત કષ્ટ ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. પરંતુ હું તો ‘ફાર્ય સધામ યા તે પતિયાનિ'ના નિશ્ચયવાળો હોવાથી આજે તો વિશેષ શ્રદ્ધાથી મહામંત્ર ગણી રહ્યો છું. હું માનું છું કે હવે મારો બાકીનો જાપ કોઈ પણ જાતના ઉપદ્રવ વિના સમાપ્ત થશે જ. આ લેખ લખવાનો મારો આશ્ય કોઈ પણ જાતની આત્મશ્લાઘાનો નથી. મારો આશય તો નમસ્કાર મહામંત્ર ગણનાર પુણ્યશાળી આત્માઓને કોઈ પણ જાતના ઉપદ્રવ વખતે તેની શ્રદ્ધામાંથી પાછા નહીં હઠવા માટે મારી અંગત અનુભવ દર્શાવવો યોગ્ય માનીને આ નાનો લેખ લખવા હું પ્રેરાયો છું. આ લેખ વાંચીને કોઈ પણ પુણ્યશાળી આત્મા નમસ્કાર મહામંત્ર ગણવા પ્રેરણા પામશે તો મારો પ્રયાસ હું સફળ માનીશ. . મારી ચાલુ માંદગીમાં જ મારા ડાબા પગના ઑપરેશન વખતો મારો અનુભવ ૪૨૬ ધર્મ-ચિંતન

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458