________________
નમસ્કારરૂપી જનનીના ચરણે
–એક સાધક
(પ્રગટપ્રભાવી શ્રીપંચપરમેષ્ઠિરૂપી મહામંત્ર નવકારનો શ્રદ્ધાપૂર્વક જાપ કરનાર મહાનુભાવોના ચરણકમળમાં નમસ્કાર કરીને, મારા જીવનમાં પ્રાપ્ત થયેલા મારા પોતાના અનુભવો પૈકીનો તાજેતરમાં મરણાંત કષ્ટમાંથી હું કેવી રીતે બચ્યો, તેનું ટુંક વર્ણન સાદર રજૂ કરું છું. સં.)
છેલ્લા પાંચ વર્ષથી મેં મારી જાતને નમસ્કારરૂપી જનનીના ચરણે ધરી દીધી છે. હમેશાં મોટા ભાગ રાત્રિના બેથી સવારના આઠ સુધી મૌન અને નમસ્કાર મહામંત્રનું ગુણન અને મનન કરવાની મારા પૂર્વકર્મનો પુણ્યોદયે મને ટેવ પડી ગઈ છે, કહોને કે તે વિના મને ચેન પડતું નથી.
મરણાંત કષ્ટ આ પ્રમાણે ગણતાં ગણતાં કોઈ પણ જાતની વિશિષ્ટ પ્રકારની ક્રિયા (ધૂપ, દીપ, આસન વિના) લગભગ પંચાણુ લાખ ઉપર નમસ્કાર મહામંત્રનો જાપ સંપૂર્ણ થયા પછી એકાએક, સંવત ૨૦૧૭ વદ ૧૦ને શુક્રવારના રોજ રાતના સાડા દશ વાગે હું મારા મકાનમાં સૂતો હતો ને લઘુશંકા કરવા ઉઠ્યો કે તુરત જ મારા આખા શરીરમાં ઝેર વ્યાપીને શરીર કાળું શ્યામ પડી ગયું, આંખો લાલઘૂમ થઈ ગઈ, મોંનો ચહેરો ન ઓળખાય તેવો થઈ ગયો, મારી ગુલ્વેદ્રિયની થેલીનો ભાગ સૂજીને મોટો દડો (લગભગ બશેર જેટલો) થઈ ગયો અને ડાબો પગ સૂજી ગયો.
મને માલુમ પડી ગયું કે આખા શરીરે સંપૂર્ણપણે ઝેર વ્યાપી ગયું છે, “હવે શું કરવું ? મને જનમ આપનારી માતા તો પાંચ વર્ષનો મૂકીને સ્વર્ગે સીધાવી છે, ઘરમાં મારી પાસે જ ધર્મપત્ની, મારી પાંચ દીકરીઓ તથા પાંચ વર્ષનો મારો નાનો પુત્ર સૂતેલાં છે. જો આ વાત ઘરમાં જાહેર કરું તો તરત જ દોડાદોડ અને રોકકળ શરૂ થઈ જશે અને ડૉક્ટરને બોલાવવામાં આવશે. ડૉક્ટર આવીને મને હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપશે. મારો રોજનો નમસ્કાર મહામંત્ર ગણવાનો સમય ચૂકી જવાશે.”
આ પ્રમાણે વિચારોની ઘટમાળ શરૂ થતાં મને એક શુભવિચાર ફુરી આવ્યો કે, તું તારી જાતને નમસ્કારરૂપી જનનીને નિશ્ચિત પણે સોંપી દે. જે માતાએ તારું આજસુધી જતન કર્યું છે, જે માતાએ તને મૂર્ખમાંથી ડાહ્યો બનાવ્યો છે, જે જનનીએ તારું ચોવીસે કલાક રક્ષણ કર્યું છે, જે માતાએ તને અનેક રીતે સુખી બનાવ્યો છે, તેને જ તું સમર્પિત થઈ જા.
ખરેખર ? આ વિચારો આવતાં જ કોઈ પણ જાતની હોહા કર્યા વગર મેં મારી જાતને નમસ્કારરૂપી જનનીને સોંપી દીધી. ડાબો પગ લગભગ ઢીંચણની નીચેથ પગની
૪ર૪૦ ધર્મ-ચિંતન