________________
લગભગ આ દશામાં નિરંતર નમસ્કાર કરતો અને ક્ષમાની યાચના કરતો એ મહાનુભાવ, પાતાળઝરાના અમૃતપાનના સહારે જીવતો રહે છે, પરંતુ તદ્ન દુર્બળ, ક્ષીણ, અશક્ત અને તિર્યંચાવસ્થાને પામેલો હોય તેવા મનુષ્યદેહે તે પડ્યો છે.
કથા એમ કહે છે કે, તે અરસામાં પોપની ખાલી પડેલી ગાદી માટે લડતા બે પક્ષના બંને નેતાઓને સ્વપ્ન આવે છે.
‘પોપની ગાદીનો વારસ દૂર દૂર એક જંગલ વચ્ચે આવેલા જળાશયની મધ્યમાં બરડા સમા ખડક ઉપર, તમારી રાહ જુએ છે' એમ એ સ્વપ્ન બંને નાયકોને કહી જાય છે.
વાજતે ગાજતે એને ત્યાંથી રોમમાં લાવવામાં આવે છે. માર્ગમાં દર્શનાર્થે એકત્રિત થતાં કંઈક દુઃખીઓનાં દુ:ખ એના દર્શને દૂર થાય છે અનેક અસાધ્ય રોગીઓના રોગ એના ચરણસ્પર્શથી મટી જાય છે.
સગા મામાના સંયોગથી પેદા થયેલો અને પોતાની જ માતાનાં સંતાનોનો પિતા બનેલો એ પવિત્ર પાપી, એક મહાન ધર્માચાર્ય બને છે.
એક સંયોગ-પાપીને મહામાનવ બનાવી જતી આ કથાના મૂળમાં શું હતું ? કેવળ
નમસ્કારભાવ.
ક્ષમાયાચના તો એ નમસ્કારભાવની એક બાહ્ય તથા અત્યંતર ક્રિયા જ માત્ર હતી. નમસ્કારભાવ અને ક્ષમાયાચનાના સંયોગની આ મહાકથા વિચારવા જેવી છે. નમસ્કાર મહામંત્રનું રટણ કેટલું પ્રભાવશાળી છે. એનો પરોક્ષ પરચો આ કથા શું નથી આપતી ?
નમસ્કાર મહામંત્રના પરમ નમસ્કારભાવની સાથે ‘ખામેમી સવ્વ જીવે, સવ્વ જીવા ખમત્તુ મે'નો અત્યંતર સંયોગ જો થાય, તો તેથી કેવાં મહાન અને અપૂર્વ પરિણામો નીપજાવી શકાય ?
અનંતા જન્મોનાં પાપકર્મોનાં પોટલાં બાંધીને ફરતાં ફરતાં, માનવદેહની મહામૂલી પુણ્યપ્રાપ્તિ આપણને લબ્ધ થઈ છે. પૂર્વે કરેલા અનેક નમસ્કારોનો જ આ પ્રતાપ છે.
એ બધાં અનંતા પાપકર્મોને મૂળમાંથી ઉખાડી નાંખવાનું પરમ પિરબળ ધરાવતો મહાનમસ્કાર મહામંત્ર પણ આપણને પ્રાપ્ત થયો છે.
‘નમસ્કાર' એટલે જ ‘ક્ષમાયાચના.’ ક્ષમાયાચના એટલે નિર્જરા, સંવ૨ અને મોક્ષ. પરંતુ, એ ક્યારે બને ?
૪૨૨ ૦ ધર્મ-ચિંતન