Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 437
________________ નમસ્કાર અને ક્ષમાયાચના શ્રી ચંદુલાલ શાહ (આત્મા ઉપરના પાપભારનો સમૂળ ઉચ્છેદ કરીને તેને પરમ-પવિત્ર બનાવવામાં અંતઃકરણપૂર્વકની ક્ષમાયાચના અને નમસ્કારભાવ કેટલો અગત્યનો ભાગ ભજવે છે, તે આ કથામાં અસ૨કા૨ક રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. સં.) ઘણાં વર્ષો પહેલાં Holy Sinner (પવિત્રપાપી) નામની એક કથા વાંચી હતી. અગિયારમાં સૈકામાં થઈ ગયેલા એક ખ્રિસ્તિ વડા ધર્મગુરુ (પોપ)નું જીવન ચરિત્ર એ કથામાં વણાયેલું હતું. કર્મની અદ્ભુત વિચિત્રતાના એ કિસ્સામાં જે વિસ્તૃત કથાવર્ણન છે, તેનો ટુંક સાર બહુ જાણવા જેવો અને સમજવા જેવો છે. યુરોપના એક રાજકુટુંબમાં જોડિયાં બાળકોનો જન્મ થાય છે. એક ભાઈ, ને એક બહેન. પરસ્પર અનન્ય સ્નેહ ધરાવતાં આ બાળકો કિશોરાવસ્થામાં પ્રવેશ કરતાં જ એક ઘોર અપરાધ કરી બેસે છે. તદ્ન અણસમજમાં કરેલી એ ભૂલના ફળસ્વરૂપ એક પુત્રનો જન્મ થાય છે. રાજ્યકુટુંબની ગૌરવસંરક્ષક પ્રણાલિકા અનુસાર, એ બાળકને એક પીપમાં મૂકવામાં આવે છે. એ પીપને એક વહેતી સરિતામાં પધરાવવામાં આવે છે. અણસમજમાં થઈ ગયેલા ઘોર પાપથી ખૂબ ખૂબ લજ્જિત બનેલો રાજકુમાર, પોતાનો રાજ્યમુકુટ બહેનના મસ્તકે પધરાવીને, પ્રાયશ્ચિત્તાર્થે ચાલ્યો જાય છે. પેલું પીપ, વહેતું વહેતું, દૂર દૂર એક પાદરીના હાથમાં આવે છે. બાળકની સાથે પીપમાં રાખવામાં આવેલાં મૂલ્યવાન વસ્ત્રો તથા મણિમાણેક અને એક મુદ્રિકા પરથી, પાદરીને એ બાળકની ગર્ભશ્રીમંતાઈનો ખ્યાલ આવે છે. એને ઉછેરીને મોટો કરવાની વ્યવસ્થા એ પાદરી કરે છે. મોટો થયા પછી, એ બાળક—હવે યુવાન,—પોતાનાં માતા-પિતાની શોધમાં નીકળે છે. ફરતો ફરતો, જે નગરમાં એની જનેતા રાજ્ય કરે છે, ત્યાં તે આવે છે. રાજ્ય પર ચડી આવેલા એક માતબર શત્રુને પ્રબળ પરાક્રમથી હરાવીને એ યુવાન કેદ પકડી લાવે છે. ૪૨૦ ૦ ધર્મ-ચિંતન

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458