________________
સંસાર, ભવ, ભ્રમણ, આત્મા, ધર્મ અને મોક્ષ વિષે બધું સમજવાની તારક જિજ્ઞાસા જાગી પડે છે. એ બધું સમજવાનો ઉદ્યમ શરૂ થઈ જાય છે. અપૂર્વ ઉત્સાહ, આનંદ અને તનમનાટથી મોક્ષમાર્ગની પ્રાથમિક પગદંડી પર વિહરવાનું શરૂ થઈ જાય છે.
ત્રીજે જ મહિને, તીર્થાધિરાજ શ્રીસિદ્ધક્ષેત્રની પાવક નિશ્રામાં એ બાળા ઉપધાન તપની આરાધના કરે છે.
ભાવ, ઉલ્લાસ અને અભ્યાસના અપૂર્વકરણનો એ સુખદ સમય.
બીજા ત્રણ મહિના પસાર થાય છે.
સ્વપ્નમાં, ‘અષ્ટમંગલ'નું જે ચિત્ર, શ્રીપાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં એ બાળાએ, દોર્યું હતું, એ સિદ્ધ થઈ જાય છે, નિત્ય સાથી બની જાય છે.
પરમ ભાગવતી દીક્ષા અંગીકાર કરીને, અષ્ટમંગલથી અધિષ્ઠિત બનેલા રજોહરણ (ઓધો) ઉપકરણો સાથે, મોક્ષમાર્ગની મજલ એ બાળા શરૂ કરે છે.
પૂર્વજન્મના શુભ સંસ્કારોને પુનર્જિવન આપનાર એક મહા સંજીવની, શ્રીનમસ્કાર મહામંત્ર છે.
એ મહામંત્રને કોટાનુકોટી વંદન હો. એ પરમ સાધકને પણ પ્રણામ હો.
શ્રીનવકાર ભક્તિપદ
પ્રથમ નમું અરિહંતને, દુજે સિદ્ધ પ્રણામ, નમન કરું આચાર્યને, થાય અમારાં કામ. ઉપાધ્યાયને વાંદીને, પામું સુખ અમાપ, સાધુ સઘળા વાંદતા, કાપું સઘળાં પાપ. મંત્ર મહા નવકાર એ, ચૌદ પુરવનો સાર, એમ નમું પરમેષ્ટિને, કરવા આતમ સાર. સઘળાં મંગલ જે કહ્યાં, તેમાં પહેલું જાણ, જાપ જપંતાં જેહનો, પ્રગટે કેવળનાણ.
ધર્મ-ચિંતન ૦ ૪૧૯
શ્રી બાગમલભાઈ બક્ષી