Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 434
________________ છાયાથી મંદિરના ખૂણેખૂણાને ઉજાળી રહ્યા છે, આવા સુરમ્ય પવિત્ર પ્રભુધામમાં પેલું સ્વપ્ન એ બાળાને લઈ આવે છે. પરમ પ્રિભાવક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મનોહારિણી પ્રતિમા એ બાળાને કલ્યાણપ્રદાયક આવકાર આપી રહી છે. બાળાના અંત:કરણમાં અપૂર્વ ભાવ જાગ્રત થાય છે. ભક્તિના આલ્હાદક આવેગથી રોમાવલી વિકસિત બની જાય છે.” પ્રભુને પ્રણામ કરવા, નમસ્કારમુદ્રાની રચના અર્થે એ બાળાના બંને બાહુઓ ઉન્નત બને છે. એકાએક, બંને બાહુઓનું વંદનમિલન થાય તે પહેલાં જ, ચાંદીનો એક અમુલખ થાળ વચ્ચે આવી પડે છે, બંને હાથો ગોઠવાઈ જાય છે. એ થાળમાં લાલ જુવારની ધાણી ભરેલી છે. શિખરના આકારનો એ ધાણીસમૂહ મોતીના દાણાની જેમ ચમકી રહ્યો છે. પ્રભુને પ્રણામ કરીને, એ થાળ સાથે બાળા આસનસ્થ બને છે. સન્મુખ પડેલા એક બાજોઠ ઉમર, પેલા થાળમાંની ધાણીના દાણા વડે, કશીક આકૃતિની રચના કરવાનું ચાલુ થાય છે. ભાવભરપૂર પરંતુ શૂન્યમનસ્ક અવસ્થામાં પેલા બાજોઠને, એ બાળા, ધાણીના દાણાથી શણગારવા લાગે છે. દિવાળીમાં ઘરના આંગણામાં રંગોળી પૂરતી હોય તેમ, એ બાજોઠને તે બાળા, ધાણીથી ચિત્રિત કરી રહે છે. “અહો ! મેં આ અષ્ટમંગલનું ચિત્ર દોર્યું !” સહસા, એ બાળાના મુખમાંથી આ ઉદ્ગાર સરી પડે છે. આશ્ચર્ય ! અષ્ટમંગલ શબ્દ, તે પૂર્વે એ બાળાએ કદી વાંચ્યો નથી, સાંભળ્યો નથી, એ શબ્દના અર્થની પણ એને ખબર નથી. પછી, અપૂર્વ ઉલ્લાસથી એ બાળા શ્રીપ્રભુજી સન્મુખ વિધિપૂર્વક ચૈત્યવંદન કરે છે. ચૈત્યવંદનનાં બધાં સૂત્રો તે મધુર સ્વરથી બોલી જાય છે. ચૈત્યવંદનના અંતભાગે, કાઉસગ્ગ જ્યારે ચાલતો હોય છે ત્યારે, શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને વાચા આવે છે. માગ, માગ, જે જોઈએ તે માગી લે.” વરદાન માગી લેવાનું આ આહાહન ત્રણ વખત સંભળાય છે. પરંતુ, કાઉસગ્ગ ચાલુ હોવાથી એ બાળા પોતાનું મુખ ખોલતી નથી, જવાબ ધર્મ-ચિંતન ૪૧૭

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458