________________
આ નગરની પ્રજા એ યુવાનનાં પરાક્રમનાં ઓવારણાં લે છે.
પરિસ્થિતિ એવી ઊભી થાય છે, કે ભાઈ (પતિ) અને પુત્રના શોકમાં અપરિણિત રહેલી એ રાણીનાં લગ્ન આ યુવાન સાથે થાય છે
પોતાના માડીજાયા ભાઈથી થયેલા પોતાના જ પુત્રની એ પત્ની બને છે ! એ સંયોગથી બે પુત્રીઓનો જન્મ પણ થાય છે !
એ બાળકને સરિતામાં વહેતો મૂકવામાં આવ્યો, ત્યારે એની સાથે જે મુદ્રિકા રાખવામાં આવેલી, એની ઉપર રાજ્યરાણીની એક વાર નજર પડી જાય છે.
પોતાનો પતિ એ પોતાનો જ પુત્ર છે, એવું ભાન થતાં જ એ મૂચ્છિત બની જાય છે.
જેની સાથે પોતે સંસાર ભોગવ્યો, એ પોતાની જન્મદાતા માતા જ છે, એ સત્યનું જ્ઞાન થતાં જ, પેલો પરાક્રમી યુવાન પછડાટ ખાઈને પડે છે.
“અરેરે, મારાં પ્રારબ્ધમાં આવું ઘોર પાપ !” પશ્ચાત્તાપના પાવક અગ્નિથી બળબળતો એ કર્મબાળ ચાલી નીકળે છે. નથી ખાતો, નથી પીતો, નથી કોઈ સ્થળે થોભતો.
હું પાપી છું, હું પાપી છું. હે પિતા મને ક્ષમા કરો” એમ બોલતો જાય છે ને ચાલતો જાય છે.
માર્ગમાં જે મળે તે બધાંને મનુષ્યને, જાનવરોને, ઝાડપાનને અને નદી-નાળાં તથા પત્થરોને–એ નમસ્કાર કરતો જાય છે. સૌ પાસે–જડ પાસે અને ચૈતન્ય પાસે–એ ક્ષમા માગતો જાય છે.
બે હાથ જોડેલા રાખીને ધરતી પર એ આળોટી પડે છે, ધરતીને નમસ્કાર કરે છે, ધરતીમાતા પાસે પણ તે ક્ષમા યાચે છે.
કથા એમ કહે છે કે, પૂરાં બાર વર્ષ, એક વિશાળ જળાશયની મધ્યમાં આવેલા એક ટેકરિયાળ ટાપુ ઉપર, કેવળ નમસ્કાર અને ક્ષમાયાચનામાં, તે વિતાવે છે.
બૈર્ય જેનો જનક છે, ક્ષમા જેની જનની છે, સમતા જેની પત્ની છે. સત્ય જેનો પુત્ર છે, દયા જેની ભગિની છે, સંયમ જેનો ભ્રાતા છે.
ભૂમિતલ જેની શય્યા છે, દિશાઓ જેનાં વસ્ત્રો છે અને ધ્યાનરૂપી જ્ઞાન જેનું ભોજન છે, આવાં બધાં જેનાં આપ્તજનો છે. તેવા યોગીને કોનો ભય છે? શાનો ભય
ધર્મ-ચિંતન ૪૨૧