Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 435
________________ આપતી નથી. શ્રીપાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ (થોય)વડે ચૈત્યવંદન પૂર્ણ થતાં જ પુનઃ પ્રતિમાજીમાંથી અવાજ આવે છે. ખમાસમણ દઈને બાળા શ્રીપ્રભુજીને પ્રણામ કરે છે. ‘માગી લે, ઇચ્છિત વસ્તુ માગી લે.' મૂર્તિમાંથી પુનઃ મંગલનાદ સંભળાય છે. ‘શું માગું ?’ બાળાના મનઃપ્રદેશમાં વીજળીક ગતિથી વિચારસાગરનાં મોજાંઓ ઉછળવા લાગે છે. જીવનને સભર અને સાર્થક બનાવી દે તેવા સુયોગ્ય જીવનસાથીની માગણી કરવાનો એક વિચાર આકાર ધારણ કરે છે. પણ.... બાળાના મુખમાંથી બીજા જ શબ્દો નીકળી પડે છે. “ત્રીજા ભવે મોક્ષ” બે હાથ જોડીને એ બાળા આ માગણી કરે છે. “તથાસ્તુ.” શ્રીપાર્શ્વનાથ પ્રભુની પ્રતિમામાંથી આ શબ્દ સંભળાય છે. સ્વપ્ન પૂર્ણ થાય છે. બાળાનાં નયનો ખૂલી જાય છે. તે વિસ્મિત બની જાય છે. “આ શું જોયું ? શું સાંભળ્યું ? ભવ શું ? મોક્ષ શું ? અષ્ટમંગલ શું ? મેં આ શું માગ્યું ?” એક મહા આશ્ચર્યમાં એ બાળા અટવાઈ જાય છે. નથી તો ભવની કશી ખબર, મોક્ષ શું, એનોયે કશો ખ્યાલ એને નથી. અષ્ટમંગલ શું, એની તો એને કલ્પના પણ નથી. આ વિષયના વિચારો જીવનમાં અગાઉ કદી ઉદ્ભવ્યા જ નથી. કશું સમજાતું નથી, નયનો અશ્રુભીનાં બની જાય છે. શય્યાનો સત્વર ત્યાગ કરીને એ બેસી જાય છે. શ્રીનવકાર માતાની મમતાનું શરણું પુનઃ એ સ્વીકારે છે. ૫૨મપાવનકા૨ક શ્રીનવકારમૈયાના પાલવમાં મસ્તક છુપાવીને પુનઃ થોડાંક અશ્રુઓ તે વહાવે છે. વિવાહનો વંટોળ જીવનમાંથી દૂર દૂર ચાલ્યો જાય છે. જીવનની દિશા, તે ઘડીથી જ, પલટાઈ જાય છે. ૪૧૮ ૦ ધર્મ-ચિંતન

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458