________________
વ્યક્ત કર્યું.
મહારાજ, આપે મને ચિંતામણિ રત્ન આપેલું, તેનો મારાથી દુરૂપયોગ થઈ ગયો છે.” મેં તેમને કહ્યું. મારા મસ્તક ઉપર તેમણે વાસક્ષેપ નાખ્યો અને કહ્યું :
“જા, સોળ ઉપવાસ કર, સોળ દિવસ મૌન રાખજે અને પછી પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં બીજા સાત રવિવાર ભરજે, સાતસો છપ્પન નવકાર ફરીથી ગણી આવજે. પણ આ વાત ત્રીસ વર્ષ સુધી કોઈને કરીશ નહિ.”
“મારા મનનું સમાધાન થઈ ગયું. સોળ ઉપવાસનાં અને સોળ દિવસ મૌનનાં પચ્ચખાણ મેં ત્યાં જ લઈ લીધાં. પછી પાછો ત્યાંથી ઉઠ્યો અને ઘર તરફ ચાલવા માંડ્યું.'
રસ્તામાં ઠેકઠેકાણે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનાં દર્શન થવા લાગ્યાં. જ્યાં દર્શન થાય, ત્યાં હું તો ખમાસમણાં દેવા લાગી જાઉં. આવી રીતે એક સ્થળે ખમાસમણાં દેતો હતો, ત્યાં મારા મોટાભાઈ અને સંબંધીઓ મને મળ્યાં. એ બધાં મને શોધવા નીકળ્યાં હતાં.'
“અલ્યા માસ્તર, ક્યાં ગયો હતો ?' મને પૂછ્યું.
હું શો જવાબ આપું ? મૌન અને ઉપવાસનાં પચ્ચખ્ખાણ તે લઈને આવ્યો હતો. એમણે મને પકડ્યો. રસ્તામાં પ્રતિમાજીનાં દર્શન થતાં જ રહ્યાં અને હું ખમાસમણાં દેતો જ રહ્યો. ઘેર આવ્યા પછી પણ મારાથી બોલાય, તેમ તો હતું જ નહિ, ઘરનાં લોકોના મનમાં નક્કી થઈ ગયું, કે “આનું છટકી ગયું !”
એ સોળ દિવસ મારી ખૂબ કપરી કસોટી થઈ. જબરજસ્તીથી ખવડાવવાના ને પીવડાવવાના પ્રયાસો થયા. પગમાં લોખંડની બેડીઓ પડી. હાથે દોરડાં બંધાયાં. થાંભલા સાથે મને તાણી બાંધ્યો. ભુવા આવ્યા ને ધૂણી ગયા !” મંત્રતંત્રવાળા પણ આવી ગયા ! હું નવકાર ગણતો રહ્યો અને ચૂપ બેસી રહ્યો. મારપીટ પણ થઈ, ચાબુકનો માર પણ ઝીલ્યો. મને હસવું આવે, હું હસ્યા કરું. મનમાં એમ થાય, કે કર્મની કઠીનાઈ પણ ખરી ઉદયમાં આવી છે ! ત્રણ ઉપવાસ આગળના હતા. બીજા સોળ કરવાના હતા. આ બધી ધમાલ અને મારપીટની વચ્ચે વગર બોલ્ય ઉપવાસ તો મેં પૂરા કર્યા પાણીનું ટીપુંયે લીધું નહિ.
કુલ ઓગણીસ ઉપવાસ થયા. એ દરમિયાન મારા મનની કાયા પલટ થઈ ગઈ. પચ્ચખાણ પછી સત્તરમે દિવસે મેં માગીને લીંબુનો રસ અને પતાસાનું પાણી લઈ પારણું કર્યું. તે દિવસથી હું ગાંડામાં ખપું છું. મને એનો રંજ નથી, આનંદ છે.”
તે પછી, પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં મેં ફરીથી સાત રવિવાર ભર્યા.”
૪૧૨ ધર્મ-ચિંતન