________________
સૌથી મોટું સુખ તો “જાતે નર્યાનું છે. કદી માંદગી આવી નથી. કદી માથું સરખું પણ દુઃખ્યું નથી. દવાની ગોળી કે પડીકી જિંદગીમાં કદી ખાવી પડી નથી.”
આ મારી વાત. તે તમને કહી લખીને ક્યાંય છપાવવું હોય તો છપાવજો, પણ નામ ઠામ આપવાની કે કોઈને ઓળખાણ કરાવવાની કડાકુટમાં પડશો નહિ. તમારા ઉપર વિશ્વાસ આવ્યો, એટલે આટલી વાત કરી છે.'
તમારે જે સમજવું હોય તે સમજજો, મારી સમજણ તો બહુ નાની અને ટૂંકી છે. તે એ, કે શ્રીવીતરાગ પરમાત્માનું શાસન શાશ્વતું છે, એમની કરુણા અને કૃપા અપરંપાર છે, એ મેળવવાનું સાધન નવકાર મંત્ર છે અને સાતમે ભવે મોક્ષ છે.”
આટલી વાત કરીને નમસ્કાર મહામંત્રના એ અવધૂત મહાનુભાવ માસ્તર ઊભા થઈ ગયા, સડસડાટ ચાલ્યા ગયા.
મનોમન વંદન કરીને મેં બાર નવકાર ગણ્યા.
યોગની મસ્તી ભોગની વાસના કહેવાય છે, રોગની પીડા કહેવાય છે અને યોગની મસ્તી કહેવાય છે. ભોગની વાસના જેને સતાવતી હોય, રોગની પીડા જેને પડતી હોય તે દુઃખી છે. તે દુઃખ દૂર કરવાનું કોઈ પણ સમર્થ સાધન હોય તો તે યોગની મસ્તી છે. જેટલે અંશે એ મસ્તી વધે છે તેટલે અંશે ભોગની વાસના અને રોગની પીડા ઓછી થતી જાય છે યોગ જુદી વસ્તુ છે યોગ ધારણ કરનારા અને તેને નભાવનારા ઘણા આત્માઓ છે પણ તેની મસ્તીવાળા આત્માઓ રાજાની પણ પરવા કરતા નથી. એવા યોગીઓ અભિમાની નથી હોતા, અતિશય વિનમ્ર હોય છે, છતાં તેઓ કોઈથી પણ દબાતા નથી. ચંદ્ર-ચંદનથી. પણ અધિક શીતળ હોવા છતાં અગ્નિ કરતાં પણ વિશેષ તાતા હોય છે તેનાથી દુર્ગુણો અને કર્મો પણ કંપે છે એવી મસ્તી માટે પ્રયત્ન કરવો જરૂરી છે. યોગની મસ્તી પ્રત્યેનો દઢ અનુરાગ કેળવવો આવશ્યક છે. તે પ્રત્યે પ્રેમ જાગૃત થશે એટલે બીજા બધા તરકટો કે જે ડગલે ને પગલે ઉપાધિ ઉત્પન્ન કરે છે તે દૂર થશે. થોડી થોડી પણ એવી મસ્તી કેળવો અને તેની મજા અનુભવો.
-પ.પૂ.પં. શ્રીધુરન્ધરવિજયજી ગણિવર.
૪૧૪ધર્મ-ચિંતન