Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 427
________________ મોઢું તો કાયમ બાંધેલું જ હોય. ઉકાળેલું પાણી પણ ખૂબ આગ્રહ કરાય, તો વળી ક્યારેક વાપરે. એમના જીવન વિષે કશું પણ પૂછ્યું, તો મૌન જ જોવા મળે ક્યારેક વળી ટૂંકો જવાબ આપે : ‘સમય પાકશે ત્યારે જીભ બોલશે.' કશી તમા નહિ, કશી ખેવના નહિ. કાયમ એમની ધૂનમાં જ હોય. અવધૂત જોઈ લ્યો ! એકવાર, થોડા દહાડા પહેલાં, અચાનક આવ્યા. ‘કામ આછું મૂકી દો' બહુવાર બેસાય તેમ નથી. હજુ એક ટ્યુશન બાકી છે એમણે કહ્યું. કલમ અને કાગળને અળગાં કરીને કાન એમને સોંપી દીધા. એમણે જે કહ્યું. તેનો સાર આ રહ્યો : “દસ વર્ષનો હતો, ત્યારે એક સાધુ ભગવંતનો મેળાપ થયો હતો. રસ્તા વચ્ચે ઉભો રાખીને તેમણે પૂછ્યું : ‘છોકરા, નવકાર ગણે છે ?'જવાબમાં કહ્યું : ‘મોઢે કર્યો છે' તેમણે કહ્યું : ‘ઠીક. દરરોજ ગણ્યા કરજે. ઓછામાં ઓછા એકસો આઠ, રોજ ગણવા. બધી ઇચ્છા પૂરી થશે. જે માગીશ તે મળશે.' બસ, આટલું બોલીને તેઓ ગયા. ‘ત્યારથી નવકાર ગણવાની શરૂઆત થઈ. એકસો આઠ તો દરરોજ ગણાય જ, વધારે પણ થાય.' ‘ભણીને માસ્તરની નોકરી શરૂ કરી. રગશિયું ગાડું ચાલ્યા કરે. લગ્ન પણ થઈ ગયાં. ધર્મપત્નીને સંતાનની તીવ્ર ઝંખના. બાધા આખડી કર્યા જ કરે. મને પણ કંઈને કંઈ બાધાઆખડી રાખવાનું કહ્યા કરે. વર્ષો વીતતાં ગયાં, તેમ એમનો વલોપાત વધતો ગયો.’ ‘ઉનાળાની રાજાઓ હતી. નિશાળ બંધ હતી. સંતાનપ્રાપ્તિ અંગે દ૨૨ોજ ઘરમાં ખટપટ ચાલ્યા કરે. અનેક દેવ-દેવીઓના પ્રભાવની વાતો થાય. દસેક માઈલ દૂર એક દેવીનું મંદિર હતું. એમની અમુક પ્રકારે બાધા રાખવાથી અવશ્ય સંતાનપ્રાપ્તિ થાય છે, એવું કોઈકે કહેલું. એ બાધા પુરુષે જ રાખવાની હતી. આ અંગે મારા ઉપર દબાણ આવવા માંડ્યું. પત્નીનો હઠાગ્રહ લગભગ અસહ્ય બની ગયો.' ‘હું ચલિત થઈ ગયો દાંતમાં તરણું ભરાવીને મારે જવું જ પડ્યું. જિંદગીમાં રેલગાડીમાં કે મોટરબસમાં આજસુધીમાં ભાગ્યે જ બાર પંદર વખત બેઠો હોઈશ. ચાલતા જ જવા આવવાની આદત, અને તે પણ ઉઘાડા પગે.' ‘હું તો ચાલ્યો ! પણ મનમાં ગડમથલ શરૂ થઈ ગઈ. ‘પંચપરમેષ્ટિ ભગવંતોનો હું ઉપાસક, અન્યદર્શનિ દેવ-દેવીઓ પાસે જાઉં ? અને તે પણ સંતાનની ભીખ માગવા ?' આખા રસ્તે આ મંથન ચાલ્યા જ કર્યું. ૪૧૦ ૦ ધર્મ-ચિંતન

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458