Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

View full book text
Previous | Next

Page 426
________________ શ્રીનમસ્કાર મહામંત્રનો ‘માનસ જાપ,' એ એક માત્ર તેમનો સાથી અને મિત્ર છે. ત્રીસેક વર્ષ પહેલાંનો પ્રસંગ યાદ આવે છે. તેમના પગમાં લોખંડની બેડીઓ જડેલી. હાથે દોરડાં બાંધેલાં. પોતાના જ ઘરમાં એક થાંભલા સાથે બંધાયેલા, એમનાં આપ્તજનોના હાથે જ ! ‘આમનું ખસી ગયું છે, ગાંડા થઈ ગયા છે,' એમ બધાં જ કહે ! પણમાસ્તર તો મુંગા મુંગા હશે ! બોલે નહિ, ચાલે નહિ, પોતાની નજીક કોઈને આવવા દે નહિ. માંત્રિકોની અજમાયશ થઈ, તાંત્રિકો ખેલ કરી ગયા, ભુવાઓ ધૂણી ગયા અને દાણા ઉછાળી ગયા ! સોળ દિવસ સુધી આ બધી ધમાલ ચાલી એ બધા થાક્યા. આ સોળ દિવસ સુધી અન્ન લીધું નહિ, પાણી પીધું નહિ, મૌન છોડ્યું નહિ. તેમનાં સ્વજનોને પૂછતાં જાણવા મળ્યું : નાસી ગયા હતા. રેલ્વેની સડકે તારના થાંભલાને ખમાસમણાં દેતા હતા ! પંદર માઈલ દૂરથી પકડી લાવ્યા છીએ.’ તે વખતે એવો અણસાર આવેલો, કે આ સજ્જન ગાંડા નથી. કશોક અભિગ્રહ હોવો જોઈએ; સત્તરમે દિવસે મૌન છૂટ્યું. લીંબુના રસ મેળવેલા પતાસાના પાણીથી માગીને પારણું કર્યું. ગાંડપણ (? ) આપોઆપ જ ચાલ્યું ગયું. પણ ‘ગાંડા' હોવાની *છાપને તો તે મૂકતું ગયું ! આ પ્રસંગ પછી પચીસ વર્ષ વીતી ગયાં. સાધારણ પરિચય રહ્યા કર્યો પરિચય વધારવાની કોશિષ તો કરી, પણ જવાબમાં હશે, ‘અરિહંત, અરિહંત' એમ બે વાર બોલે અને રવાના થઈ જાય. ઘેરથી વહેલી સવારે સ્નાનાદિથી પરવારીને નીકળવું, પાંચ મંદિરોમાં શ્રીતીર્થંકર પરમાત્માનાં દર્શન કરવાં, ક્યારેક ક્યારેક ઉપાશ્રયોમાં જઈને સાધુ ભગવંતોને વંદના કરવી, આંબેલશાળામાં જઈને આયંબિલ કરવું, શાળામાં જઈને બાળકોને ભણાવવાં, શાળાનો સમય પૂરો થતાં બે પાંચ મંદિરોમાં દર્શન કરવાં, વગર શોધ્યે મળેલાં ટ્યુશન કરવાં અને ઘરમાં પાછા દાખલ થઈ જવું, આ એમનો વર્ષોનો નિત્યક્રમ છે. પોતાનો પરિચય કોઈને આપવાનો નહિ, અન્યની ઓળખાણ ઇચ્છવાની નહિ. ચારેક વર્ષ ઉપરની વાત છે અણધાર્યા રસ્તામાં જ મળી ગયા. આવતી કાલે આમ બનશે, પ૨મ દિવસે ફલાણાને ત્યાં આવું કંઈક થશે' એમ પૂરા સાત દિવસમાં બનનારી સાત ઘટનાઓ એકીસાથે ભાખીને જતા રહ્યા ! આશ્ચર્ય ! સાતે સાત દિવસોમાં એમણે ભાખેલી સાતે સાત ઘટનાઓ બની ગઈ! તે પછી પરિચય પણ વધવા લાગ્યો. અવારનવાર પોતે જ આવવા લાગ્યા. ક્યારેક બે મિનિટમાં જતા રહે ! ક્યારેક બે કલાક પણ બેસે. ધર્મ-ચિંતન ૦ ૪૦૯

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458