________________
પત્નીનો હઠાગ્રહ મને પાછળથી ધક્કા મારી મારીને ચલાવતો હતો. શ્રીનવકાર મંત્ર ઉપરની મારી શ્રદ્ધા મને પાછા ફરવાનું કહી રહી હતી. દેવીના મંદિરનાં પગથિયાં સુધી પહોંચેલો હું પાછો વળી ગયો. નવકાર ગણતો ગણતો ગયો હતો, નવકાર ગણતો ગણતો જ પાછો ફરી ગયો.
ઘેર આવ્યો, ને પત્નીએ પૂછ્યું : ‘જઈ આવ્યા ?'
‘એક વરસમાં પુત્રનો જન્મ થશે.' કશાયે વિચાર વગર મારા મોઢામાંથી આ શબ્દો નીકળી ગયા.
‘કહી તો દીધું. પણ પછી મુંઝાયો. એક વરસમાં બોલ ફળશે નહિ, તો શું થશે ?’ આ વિચાર તરત જ આવ્યો.
‘હું તો ઉપડ્યો, શ્રીપાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં. તમારા ભરોસે મેં વચન આપ્યું છે. હવે તમે જાણો !' આટલા શબ્દો મેં પ્રભુજીની મૂર્તિને કહી દીધા. પછી બેઠો નવકારવાળી ગણવા.
‘અંતરિક્ષમાંથી કોઈ બોલતું હોય, એવો ભાસ થયો. સાત રવિવાર ભરી જજે. સાતસો છપ્પન્નનવકાર ગણી જજે.' આ શબ્દો સંભળાયા.
‘તે પછી સાત રવિવાર નિયમિત ભર્યા. દર રવિવારે ત્યાં જઈને એક બાંધી નવકારવાળી હું ગણી આવતો.’
‘ભગવાનનું વચન તો ફળ્યું. પણ મારા દિલમાં ખૂબ ખેદ થઈ ગયો. આનંદને બદલે અફસોસથી અંતઃકરણ ભરાઈ ગયું.'
‘મને એમ થયું, રે મૂર્ખ, ભગવાન પાસે આ તું શું માગી આવ્યો ? જે માગે તે આપવાને સમર્થ એવા નવકાર મંત્રનું શરણ મળ્યું, પ્રભુનો અનુગ્રહ પ્રાપ્ત થયો અને માગી માગીંને પુત્ર માગ્યો ? મોક્ષને બદલે બંધન માગ્યું ? ભારે મોટી ભૂલ થઈ ગઈ એમ લાગ્યું.
‘ત્રણ દિવસ અને ત્રણ રાત, આ અફસોસ એવો તો આકરો થઈ પડ્યો, કે હું શૂનમૂન બની ગયો. ખાવા-પીવાનું વિસરી ગયો. વગર પચ્ચખ્ખાણનો અક્રમ થઈ ગયો. બસ, નવકાર ગણ્યા કરું.'
‘નાનપણમાં મળેલા તે સાધુ ભગવંત મને અચાનક યાદ આવ્યા. વીસેક માઈલ દૂર, એક નાના ગામમાં તેઓ છે, એવો ભાસ થયો. ચોથે દિવસે પરોઢિયે કોઈને કહ્યા કારવ્યા વગર જ ઉઠીને મેં ચાલવા માંડ્યું.'
‘વીસ માઈલ ચાલી નાંખ્યું. ત્યાં ગયો, તો તેઓશ્રી ત્યાં ઉપાશ્રયમાં જ હતા ! એમના ચરણમાં હું તો આળોટી પડ્યો અને રડવા લાગ્યો. મારું દુઃખ એમની પાસે
ધર્મ-ચિંતન ૭ ૪૧૧