________________
જંબુદ્વીપનો અધિપતિ–અનાદતદેવ (શ્રીનવકાર પ્રભાવદર્શક અદ્ભુત કથાનક)
શ્રીમણિરત્ન મગધનરેશ શ્રી શ્રેણિક મહારાજાએ ભગવાન શ્રી મહાવીરસ્વામીને પૂછ્યું, ભગવન્! આપના શાસનમાં અંતિમ કેવળજ્ઞાની કોણ થશે ? ભગવાને અંગુલી નિર્દેશપૂર્વક જણાવ્યું “જો આ પાંચમા દેવલોકનો ઇન્દ્રની સમાન ઋદ્ધિવાળો વિદ્યુમ્માલી નામનો દેવ સામે બેઠો છે, તે આજથી સાતમે દિવસે સ્વર્ગથી ચ્યવી, તારા નગરમાં ઋષભદત્તશેઠનો પુત્ર થશે અને તે જંબૂસ્વામી નામના ચરમ (છેલ્લા) કેવળજ્ઞાની થશે.”
ભગવાનનો આ પ્રત્યુત્તર સાંભળતાં જ, સમવસરણમાં બેઠેલો જંબૂદ્વીપનો અધિપતિ, અનાદત નામનો દેવ, એકદમ હર્ષમાં આવીને મોટા અવાજથી બોલ્યો, “અહો મારું કુળ ઘણું ઊંચું છે.”
શ્રેણિકરાજાને વળી અતિ આશ્ચર્ય થયું, હાથ જોડીને ફરીથી ભગવાનને પૂછ્યું, ભગવન્! શાથી આ દેવ આ પ્રમાણે પોતાની કુળની અતિ પ્રશંસા કરે છે ? સર્વજ્ઞદેવે ખુલાસો કર્યો, રાજન્ ! સાંભળ : - આ રાજગૃહી નગરમાં ગુપ્તમતિ નામના સુપ્રસિદ્ધ શેઠ હતા. તેમને ઋષભદત્ત અને જિનદાસ નામના બે પુત્રો થયા. આશ્ચર્યની વાત તો એ હતી કે એક જ પિતાના પુત્રો હોવા છતાં બંનેમાં આકાશ-જમીનનું અંતર હતું, ઋષભદત્ત ગુણનો ભંડાર હતો ત્યારે જિનદાસ દોષનો ભંડાર હતો.
ક્રમે કરીને પિતાના પરલોકગમન બાદ જિનદાસ વ્યસનોમાં ખૂબ જ આગળ વધ્યો, નિરંકુશવૃત્તિએ જુગાર ખેલવા લાગ્યો અને સ્વચ્છંદપણે સઘળા અનીતિના માર્ગે ધસવા લાગ્યો.
જગતમાં આ એક જુગારની બદી, એવી ભયંકર છે કે તેનાથી ભલભલા પાયમાલ થઈ ગયા છે, વર્તમાનકાળમાં તો ધર્મને નહિ પામેલા વર્ગમાં આ બદીથી કોણ બચેલો છે, તે શોધ્યો જડવો મુશ્કેલ છે. મોટા શ્રીમંત ગણાતાઓ પણ “અમે તો માત્ર શોખની ખાતર રમીએ છીએ” એમ મનને મનાવી આ ભયંકર બદીના પાશમાં સપડાયેલા હોય છે.
સર્વ પ્રકારે પાયમાલીને પંથે ચઢી ગયેલો જિનદાસ, સમજાવટને ન ગણકારતાં ઉદ્ધત થઈ ગયો ત્યારે, મોટા ભાઈ ઋષભદત્ત, સઘળા સ્વજનો અને વડીલોને બોલાવી, બધાની સાક્ષીપૂર્વક તે દુરાચારી ભાઈનો સંબંધ સર્વથા તોડી નાંખ્યો અને જણાવ્યું કે,
ધર્મ-ચિંતન • ૪૦૩