Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 419
________________ વિશ્વાસ—શ્રદ્ધા જોઈએ. આપણો રોજનો વ્યવહાર શ્રદ્ધાથી જ નભે છે, આપણે શ્રદ્ધાથી જ જીવીએ છીએ. આપણે બેઠા છીએ તે જમીન નીચે ઉતરવા માંડશે તો ? સૂર્યચંદ્ર ધડ ધડ તૂટી પડશે તો ? આવી શંકા કદી આપણને થતી નથી, કારણ આપણને ખાત્રી છે કે સૂર્ય નીચે નહિ તૂટી પડે, પૃથ્વી નીચે નહિ જ ઉતરે. કોઈ આવીને ડીંગ મારે કે “અરે ! ભૂતકાળમાં ઘણા સૂર્ય-ચંદ્ર તૂટી પડ્યા, તો આપણે માની લઈએ ? ના. ન જ માનીએ. એવો જ વિશ્વાસ આપણને શ્રીનવકારમંત્ર પ્રત્યે શ્રીઅરિહંત પ્રત્યે પ્રગટવો જોઈએ. મંત્ર, દેવ, ગુરુ, તીર્થ, નિમિત્તજ્ઞ, સ્વપ્ન અને ઔષધ આ સાત ચીજો મનુષ્યને ભાવના-શ્રદ્ધા-વિશ્વાસ પ્રમાણે ફળે છે. જેવી ભાવના તે મુજબ સિદ્ધિ મળે છે. સદા શુભ વિચાર કરો ! અંગ્રેજીમાં એક કહેવત છે કે, “One grows into the likeness of what one loves.” તેનો અર્થ એ છે કે મનુષ્ય જેને સાચા હૃદયથી પૂરા મનોયોગથી પ્રેમ કરે છે એ ધીમે ધીમે એના સમાન બદલાઈ જાય છે અને કેટલાક સમય બાદ વસ્તુતઃ એવો જ બની જાય છે. આપણું મન વિચારોને ખેંચીને એ મુજબ જ આપણી ચોમેર એક પ્રકારના માનસિક વાતાવરણની સૃષ્ટિ રચે છે. વિચારોનું અદૃશ્ય એક વાતાવરણ આપણી ચોમેર માનસિક ચિંતન મુજબ બને છે કે બગડે છે. જે સારા-ખોટા વિચાર આપણાં મનમાં આવે છે અને લાંબા સમય સુધી ટકી રહે છે કાળાંતરે એ જ આપણાં માનસના કાયમી અંશ બની જાય છે આથી વિચારોના આ અદેશ્ય વાયુમંડળનું વિશેષ મહત્ત્વ છે. મનુષ્યના આ અદેશ્ય વાયુમંડળનો ગુપ્ત પ્રભાવ એના જીવન પર પડતો રહે છે. જેવા વિચારો આવતા રહે છે, એવું આ વાયુમંડળ બનતું બગડતું રહે છે જો વિચાર શુભ હશે તો સ્વયં મનુષ્યને એક પ્રકારનો આનંદનો અનુભવ થશે. અને પોતાના મન અગર તો આત્મા પર કોઈ પણ પ્રકારનો ભાર અગર બોજ નહિ લાગે, પ્રસન્નતાપૂર્વક એ દરેક સાથે વાત કરે છે, ન કોઈથી ડરે છે, ન શરમાય છે. પણ જ્યારે એ કોઈ અશુભ સંકલ્પ, પાપવૃત્તિ અગર તો દુષ્ટ સ્વાર્થી વિચારમાં ફસાઈ જાય છે, ત્યારે અનિષ્ટકારી વાતાવરણ સર્જાય છે અને મન પર ભારે બોજનો અનુભવ કરે છે. વિકારોનું ગુપ્ત વાતાવરણ જ શરીર, મન અને આત્માને દબાવી દે છે, એમને પ્રસન્નતા પામવા દેતું નથી. ૪૦૨ ૭ ધર્મ-ચિંતન

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458