________________
બોધક વાર્તાલાપ
વિશ્વપ્રવાસી મુસાફરીમાં એક ધર્મસ્નેહી મળ્યા. હાર્દિક મિલન પછી અમે બેઉ વાતે વળ્યા.
પોતે કોનું પડખું સેવી રહ્યો છે, એનું ભાન સુદ્ધાં આજનો માનવબંધુ ગુમાવી રહ્યો હોવાની ફરિયાદ તેમણે કરી. ' કહ્યું, ‘વાત આપની અમુક અંશે સાચી છે, પરંતુ માત્ર ફરિયાદથી હવે કામ નહિ ચાલે.'
તો પછી કરવું શું?' પ્રવાસીબંધુએ પ્રશ્ન કર્યો. * “એમને પ્રભુના પડખે લાવો, ધર્મના પડખે ચઢાવો. એ પડખું કેટલું ભવ્ય, સુંદર અને સુખદાયી છે તેનો અનુભવ કરીને તેવો અનુભવ કરવાનો રસ અને ઉત્સાહ તેમનામાં પેદા કરો.” મેં જવાબ આપ્યો.
આ કામ તો અઘરું ગણાય.
મેં સ્પષ્ટતા કરતાં કહ્યું, “ભાઈ મારા, ધર્મના શરણાગતને આવો વિચાર ન શોભે, પોતે જેનું શરણું ગ્રહે છે તે તે ધર્મની અચિંત્ય શક્તિમાં પણ જો પોતાને સો ટકા શ્રદ્ધા ન હોય તો પોતે બીજા જીવોને તે તરફ બોલાવવામાં કઈ રીતે સફળ થાય ?'
મારી સ્પષ્ટતા પછી તેમણે દિલ ખોલ્યું.
‘ભાઈ, આપ કહો છો તેવી ધર્મશ્રદ્ધા તો મારામાં પણ નથી. મને ધર્મ ગમે છે જરૂર, પરંતુ તે ગમા પાછળ પણ ક્યારેક સ્વાર્થ તેમ જ અહં પ્રત્યેનો મારો રાગ પોષાતો હોય એવું મને આત્મનિરીક્ષણ પછી પ્રતીત થાય છે. આપે વર્ણવી તેવી ધર્મશ્રદ્ધા ખીલવવા માટેનો ઉપાય શો ?'
ઉપાય એ કે “પ્રભુના બનીને રહો, શ્રીનવકારનું શરણું ગ્રહો, મનનો પ્રદેશ શ્રીનવકારને સોંપી દો, પ્રભુજીની દયાને પાત્ર બનાવનારી ચાર ભાવનાઓનું સેવન કરો, સકળ વિશ્વમાં કોઈ પોતાનો શત્રુ નથી, એ તત્ત્વરહસ્યને હૃદયગત કરો, પોતે સકળ વિશ્વનો અપરાધી છે એ હકીકતને હૈયે રાખો.'
ખુલાસો સાંભળી તે ભાઈ બોલ્યા :
મારી અલ્પતા બદલ હું શરમિંદો છું, ઘણુંઘણું જાણતો હોવાનો મારો ગર્વ આજે ઓગળી રહ્યો છે, ઘણું ઘણું જાણવા–જોવા છતાં જો પોતાની અલ્પતાને બરાબર માપી ન શકાય તો મહાન બનવાની પાત્રતા માનવી ન પ્રગટાવી શકે એ આજે મને બરાબર સમજાયું છે.”
૪૦૬ - ધર્મ-ચિંતન