________________
રાજા : ‘એ પણ ઘણું વધારે કહેવાય.'
પંડિતો : ‘એક એક હજા૨માં અમે એનો સાર લખી નાખીએ.'
રાજાએ વિચાર્યું કે એક લાખને એક હજારમાં ઉતારવાની શક્તિ છે. તો હજી જોઉં કે કેટલો સંક્ષેપ કરી શકે છે ?
રાજા : ‘હજી કાંઈક ઓછું કરો.'
પંડિતો : ‘સો સો શ્લોકો ?’
રાજા : ‘હજી ઓછું કરો.'
પંડિતો : ‘દશ, દશ શ્લોકમાં એનો સાર આપીએ.
રાજા : ‘તોય ચાલીસ શ્લોકો થાય એટલું બધું યાદ ન રાખી શકું.'
પંડિતો : ‘ઠીક ત્યારે એક એક શ્લોકમાં અમારા ગ્રન્થનો નિષ્કર્ષ આપી દઈએ.
રાજા : ‘બહુ સરસ ! પણ આટલી મહેનત કરીને તમે જે ગ્રંથો બનાવ્યા. તેનો નિષ્કર્ષ તમે મને આપો તે હું કંઠસ્થ રાખી શકું તો સારું. ચાર શ્લોક યાદ રાખવા ભારે પડે. માટે તમે જો એક એક પાદમાં એને સંકોચી શકો તો મારે એક શ્લોક યાદ રાખવો પડે. તે હું સહેલાઈથી યાદ રાખી શકું.'
પંડિતો : ઠીક, અમે એક શ્લોકમાં અમારા ગ્રંથોનું તત્ત્વ તમને આપીએ છીએ. તે સાંભળો.
પંડિતો ત્યાંને ત્યાં જ એક એક પાદમાં પોતાના ગ્રંથોનું રહસ્ય બોલી ગયા ઃजीर्णे भोजनमात्रेयः कपिलः प्राणिषुदया ।
बृहस्पतिरविश्वासः पाञ्चालः स्त्रीषु मार्दवम् ॥१॥
આયુર્વેદશાસ્ત્રના પારગામી આત્રેય નામના પંડિતે પહેલા પાદમાં આયુર્વેદશાસ્ત્રનો સાર બતાવ્યો કે આરોગ્ય માટે પહેલાંનું ભોજન પચ્યા પછી નવું ભોજન કરવું. ધર્મશાસ્ત્રના વિશારદ પંડિત કપિલે બીજા પાદમાં ધર્મનો સાર પ્રાણીદયા બતાવી. અર્થશાસ્ત્રમાં નિષ્ણાત પંડિત બૃહસ્પતિએ ત્રીજા પાદમાં અર્થશાસ્ત્રનો સાર બતાવ્યો કે ધનના વિષયમાં કોઈનો વિશ્વાસ ન કરવો. ચોથા પાંચાલ નામના પંડિતે પણ ચોથા પાદમાં કામશાસ્ત્રનો ટુંકમાં સાર બતાવ્યો.
લાખો શ્લોકોનો સંક્ષેપ જેમ એક શ્લોક–ચાર પાદમાં થઈ શક્યો. તેમ ચૌદપૂર્વનો સંક્ષેપ નવપદમાં થઈ શકે છે. જેમ લાખો મણ ગુલાબમાંથી અત્તર કાઢ્યું હોય છે, એનું એક ટીપું આખા હોલને મઘમઘતો કરી દે છે. કારણ મણો બંધ ગુલાબનું સત્ત્વ એ એક ટીપામાં છે. તેમ શ્રીનવકાર એ ચૌદપૂર્વનું અત્તર છે. એમાં આપણને દૃઢ
ધર્મ-ચિંતન ૦ ૪૦૧