________________
* ત્યારબાદ હેમપ્રભદેવ, શ્રીદેવને કાંપીલ્યપુર લઈ ગયો, ત્યાં ફરી એનો 'રાજ્યાભિષેક કર્યો. શ્રીનવકારમંત્રની સાધનાના પ્રભાવે કામરૂપદેશનો રાજા તથા બીજા અનેક રાજાઓ તેના સેવક બન્યા.
એકછત્ર સામ્રાજય ભોગવી, નવકારના ધ્યાનમાં મૃત્યુ પામી રાજા શ્રીદેવ માહેન્દ્ર દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી મનુષ્યભવ પામી મોક્ષપદ પામશે.
કલ્પવૃક્ષથી પણ અધિક, ચિંતામણિરત્નથી પણ વધુ કિંમતી, પ્રાણી માત્રના સર્વરોગના અણમોલ ઔષધરૂપ શ્રીનવકારને આપણા મનનો માલિક બનાવી દઈએ તો આ જગતમાં કશું જ અસાધ્ય કે દુ:સાધ્ય નથી.
શ્રીનવકારમંત્રના પ્રભાવે પતિતમાંથી પાવન બનેલા શ્રીદેવરાજાની રસમય કથા મહામંત્ર પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ અને બહુમાન જગાવી જાય છે.
લક્ષનવકારના જાપનું સર્વોત્કૃષ્ટ ફળ પામવા શાસ્ત્રવિધિ અનુસાર અખંડ આરાધના, પવિત્ર મંત્રાક્ષરોમાં એકાગ્રતા, શ્રીપરમેષ્ઠિભગવંતોમાં તન્મયતા, સ્વપરરમણતા અને સર્વજીવોના હિતની ભાવના પ્રત્યેક આરાધક માટે અતિ આવશ્યક છે.
*
I
ગમે તેવું રડતું બાળક પોતાની માતાનો સાદ સાંભળીને છાનું રહી જાય છે, તેમ, ગમે તેવી પ્રતિકૂળતા વચ્ચે શ્રીનવકારનો અવાજ કાને પડતાં જીવને સ્વભાવદશાનું તરત જ ભાન થાય છે અને તેનામાં અધિક સમતાભાવ પ્રગટે છે.
એટલે આર્ત અને રૌદ્રપરિણામના જોરદાર હુમલાઓ સામે શ્રીનવકાર, અજોડ, શક્તિમંત્ર બનીને ઊભો રહે છે અને જીવના પરમ હિતસ્વીની ગરજ સારે છે.
પોતાના પરમ હિતસ્વીને પરમભાવ આપવાની બાબતમાં જરા પણ કરકસર કરવી તે ભવોભવની દ્રવ્ય ને ભાવદરિદ્રતાને અર્જટ તાર કરીને આપણા આંગણે સપ્રેમ નોતરવા સમાન છે.
ધર્મ-ચિંતન ૩૭