________________
મુંઝવી રહ્યો હતો. આવી દુઃખદ સ્થિતિ ઊભી થાય છે ત્યારે માણસ કર્મને દોષ દઈ પોતે છૂટી જવા માંગે છે અને પોતાના ખોટા સાહસોનો કે શક્તિ બહારની પ્રવૃત્તિનો - વિચાર સરખોય કરતા નથી, એ ખેદની વાત છે.
તૃષા, તાપ અને સંતાપથી તરફડી રહેલા શ્રીદેવ પાસે એક જંગલનો ભીલ આવી ચઢ્યો. જંગલી ભીલે શ્રીદેવને અતિથિ સમજી સત્કાર કર્યો. ઠંડું પાણી લાવીને પાયું.
શ્રીદેવ કંઈક સ્વસ્થ થયો અને વનમાં ઘુમવા લાગ્યો. દૂર ઝાડ નીચે એક મુનિરાજ ધ્યાનમાં બેઠા હતા. શ્રીદેવની નજર તેમના ઉપર પડી. હર્ષના આવેશથી તેની રોમરાજી વિકસ્વર થઈ, મુનિવર પાસે જઈ વંદન કરી રાજા સામે બેઠો.
મુનિરાજે ધ્યાન પૂરું કર્યું. આંખ ખોલી જિજ્ઞાસુ દેખાતાં રાજાને ધર્મનો ઉપદેશ આપ્યો. સંસારની અનિત્યતા અને દુઃખમયતાનું સ્પષ્ટ દર્શન કરાવ્યું. ચારિત્રધર્મની મંગલમયતા સમજાવી.
શાંતરસ રેલાવતો ઉપદેશ સાંભળી શ્રીદેવ પોતાનું બધું દુઃખ ભૂલી ગયો. તેને અલૌકિક આત્મિક આનંદનો સ્વાદ આવ્યો પ્રશમસુખ અનુભવ્યું. - શ્રીદેવે મુનિવરને કહ્યું –ભગવન્! ચારિત્ર ધર્મ અતિ ઉત્તમ છે તેમ અતિદુષ્કર પણ છે. હું પામર તેનું પાલન કરવા અસમર્થ છું માટે મારે યોગ્ય સહેલો ધર્મ બતાવો અને મારો ઉદ્ધાર કરો.
મુનિવરે કહ્યું–રાજન્ ! શ્રીનમસ્કાર મહામંત્રનો વિધિપૂર્વક જાપ કર પ્રાણીમાત્રના ઉદ્ધાર માટે એ સુગમ અને શ્રેષ્ઠ માર્ગ છે.
મુનિએ રાજાને શ્રીનવકારમંત્ર શીખવ્યો, જાપનો વિધિ બતાવ્યો અને કહ્યુંમહાભાગ ! જે હંમેશ ૧૦૮ નવકાર નંદાવર્તથી જપે તેને શાકિની વગેરે છળી શક્તિ
નથી.
જે વિધિપૂર્વક લાખનવકારને ગણે છે અને શ્રીજિનેશ્વરદેવને પૂજે છે, તે તીર્થકર નામ ગોત્ર બાંધે છે. તેના પગલે પગલે સંપત્તિની છોળો ઉછળે છે અને સર્વત્ર જય પામે છે.
મનથી ચિંતવેલું. વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભેલું કાર્ય ત્યાં સુધી સિદ્ધ નથી થતું કે જ્યાં સુધી નવકારને ગણ્યો નથી.
ધર્મ-ચિંતન • ૩૫