Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 405
________________ પણ બ્રહ્મસેને એ વિચારધારાને ત્યાં જ અટકાવી દીધી. અરે ! હું તો પૌષધવ્રતમાં છું ધન-ધાન્ય, કુટુંબ-કબીલો બધું વોસિરાવ્યું. આ બાહ્યસંપત્તિ કોની ? ઘણાને એણે દગો દીધો છે. મને પણ દગો નહિ દે ? નશ્વર વૈભવ ખાતર આર્તધ્યાન કરી કલ્યાણકારી પૌષધવ્રતની વિરાધના શા માટે કરવી ? પરની ચિંતાનો વિચાર છોડી બ્રહ્મસેન પાછો સ્વસ્થ બની ગયો. પદ્માસન લગાવી, આંખો બંધ કરી મધ્યમ અને મધુરસ્વરે શ્રીનવકાર મહામંત્રનું રટણસ્મરણ શરૂ કરી દીધું. ચિત્તમાં પંચપરમેષ્ઠિ ભગવંતોને વસાવ્યા. નવકારનો મધુર-. મંગલ-ધ્વનિ ચોમેર ગુંજવા લાગ્યો...નમો અરિહંતા ... માલની ગાંસડીઓ બાંધતાં રાજકુમારોના કાને શ્રીનવકારમંત્રનો ધ્વનિ અથડાયો. તેઓ ચોંક્યા. “હં....બ્રહ્મસેન આપણને થંભાવી દેવા માટે કોઈ મંત્ર ભણતો લાગે છે, જરા ધ્યાન દઈને સાંભળીયે.” રાજકુમારોએ કાન સરવા કરી સાંભળવા માંડ્યું. તેમને લાગ્યું કે આપણે આવા મધુર-મંગલ–શબ્દો ક્યાંક સાંભળ્યા છે... પણ ક્યાં...? ઉહાપોહ શરૂ થયો. ઉંડા ચિંતને અજ્ઞાનના પડદા ભેદી નાખ્યા. ચારે રાજકુમારોને જાતિસ્મરણજ્ઞાન થયું. કેવી અજબ શક્તિ મહામંત્ર શ્રીનવકારની ! મંત્રાક્ષરોના દિવ્યધ્વનિનો કેવો આ પ્રભાવ ! ” મોહનું કાતિલ ઝેર ઉતારવાનું કેવું કૌવત એના શબ્દ રત્નોમાં ! પૂર્વ જીવન જોઈ કુમારો વિચારે છે–પૂર્વે ઉજ્જવળ ચારિત્ર જીવન જીવનારા ! નમસ્કાર મહામંત્રને જાનારા !....સમાધિમૃત્યુપંડિતમૃત્યુથી દેવલોકમાં પહોંચનારા ! અહિં રાજકુળમાં અવતરનારા ! અમે આજે આશરો આપનાર પ્રત્યે જ કૃતઘ્ની બની કેવું ઘોર કૃત્ય આચરનારા બન્યા છીએ ? ધિક્કાર છે અમારા કલંકિત જીવતરને... આત્મનિંદા..આંતરમનોમંથનમાંથી ચારે કુમારોએ માખણ તારવ્યું–સમસ્ત સંસાર પર ઉદાસીન ભાવનું–વૈરાગ્યવૃત્તિનું. પૂર્વ જન્મમાં આચરેલા ચારિત્રના મહામાર્ગે પ્રયાણ કરવા ચારે રાજકુમારો તલપાપડ બન્યા. ભાવથી સાધુ થયેલા તેઓના શુભસંકલ્પની અસરથી દેવોના પણ ચિત્ત ડોલી ગયા. સાધુવેષ લઈને દેવો હાજર થયા. ચારે કુમારોએ સાધુવેષ અંગીકાર કર્યો. નૂતન મુનિઓની ગુણસ્તુતિ કરી, દેવો સ્વસ્થાને ચાલ્યા ગયા. દેવોની દિવ્ય ભોગશક્તિ કરતાંય માનવની અનોખી ત્યાગશક્તિને તેઓનું હૃદય નમી પડ્યું. રાત્રિનો સમય ૩૮૮ - ધર્મ-ચિંતન

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458