________________
તે માંગને પૂરી કરવાની શક્તિનું કેન્દ્રીકરણ ધ્યાન દ્વારા થાય છે.
–અને કાયોત્સર્ગ, ભવ વિષયક કોઈ મમતા સાથે મારે સંબંધ નથી, તેનું આરાધકને સચોટ ભાન કરાવે છે.
જાપના તાપમાંથી ધ્યાનની ધવલ પ્રભા પ્રગટે છે. તે પ્રભાનો અંચળો ઓઢીને બેસવાની લોકોત્તર ક્રિયા સરખી કાયોત્સર્ગની ક્રિયા છે.
જાપ, ધ્યાન અને કાયોત્સર્ગના ત્રિવેણી સંગમમાં ભાવ સ્નાન કરવાનો ભાવ આપણા અંતઃકરણમાં જાગો.
આત્મા ઉપરના દર્શન, જ્ઞાન અને ચારિત્ર વિષયક માલિન્યને નિર્મૂળ કરવામાં જાપ, ધ્યાન અને કાયોત્સર્ગની શક્તિ ખરેખર અમાપ વર્તાય છે.
સાચી કર્મ કુશળતા શાસ્ત્રોક્ત સર્વ અનુષ્ઠાનો આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવા માટે છે.
આત્માનું શુદ્ધ સ્વરૂપ પરમાત્માના ધ્યાનને આધીન છે. પરમાત્માનું ધ્યાન તેમની આજ્ઞાના પાલન દ્વારા, ગુણના ચિંતન દ્વારા, નામના ગ્રહણ દ્વારા અને સ્વરૂપના દર્શન દ્વારા થઈ શકે છે.
આત્મ ધ્યાન માટે નવપદાત્મક પરમાત્માનું આલંબન અનિવાર્ય છે. તે આલંબન તેમના નામ, રૂપ, ગુણ ચિંતન અને આજ્ઞાપાલન દ્વારા સધાય છે. તે માટે જે નિર્મળતા જોઈએ તે અહિંસા, સંયમ અને તપના અનુષ્ઠાન વડે પ્રાપ્ય છે.
અહિંસા વડે પાપ નિવૃત્તિ, સંયમ વડે દુઃખ નિવૃત્તિ અને તપ વડે કર્મ નિવૃત્તિ થાય છે. મૈત્રી ભાવનાનો વિષય પણ અહિંસા, સંયમ અને તપ છે. તેની આરાધના વડે જીવો પાપ, દુઃખ અને કર્મરહિત બને છે.
સંત પુરુષોના હૃદયમાં જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવના છે. તે ભાવનાના આલંબન વડે ચિત્ત નિર્મળ થાય છે. અહિંસાદિ ગુણોના પાલન વડે પણ ચિત્ત શુદ્ધ થાય છે. તે ગુણોના આધારભૂત આત્મદ્રવ્યના ધ્યાનાદિ વડે ચિત્ત તન્મય બને છે. તેનું જ નામ સમરસાપતિ છે, કે સમાપત્તિ છે. (સમત્વ યોગ ઉચ્યતે !) યો: ૬
શત્રમ્ | સમત્વ, અનાગ્રહ, અનેકાંત પરિણતિ એ જ સાચું સામાયિક છે અને તે જ મોક્ષનું પરમાંગ છે અને એ જ સાચી કર્મ કુશળતા છે.
૩૬૪ ૦ ધર્મ-ચિંતન