________________
અનિવાર્ય આંતરિક સ્થિરતા ઘટે છે અને મન તેમ જ ઇન્દ્રિયોનો બહિર્ભાવ વધે છે.
(૯) આરાધકે ઉણોદરી વ્રતનું પાલન કરવું જોઈએ. ઉણોદરી વ્રત એટલે ભૂખ હોય તેના કરતાં પાંચ-સાત કોળિયા ઓછા લેવા તે. ઉણોદરી વ્રતની સાથોસાથ એક સાથે બહુ વસ્તુઓ નહિ વાપરવાનો પણ નિયમ ખાસ જરૂરી છે.
(૭) ભોજન સમયે ચિત્ત સહેજ પણ ઉદ્વિગ્ન રહે છે તો તેની પાચનક્રિયા ઉપર માઠી અસર થાય છે એટલે ચિત્તની પ્રસન્નતાને જીવનની પ્રત્યેક ક્રિયાની જેમ.ભોજન સાથે પણ ગાઢ સંબંધ છે એનું ખાસ લક્ષ્ય આરાધકને રહેવું જોઈએ.
(૮) તીખા તમતમતા તેમ જ તળેલા અને બળેલા ખોરાક વાપરવાથી સંયમ અને સ્વાધ્યાયમાં અસ્થિરતા આવે છે, પ્રાણોની શક્તિ વિકૃત બનતી જાય છે, ધર્મમાર્ગ સાથેનું મનનું જોડાણ ઢીલું પડતું જાય છે અથવા કહો કે તે ઉન્માર્ગગામી બનતું જાય છે એટલે આવા પદાર્થો નહિ વાપરવાનો નિયમ આરધક માટે આવશ્યક ગણાય.
(૯) શિવપદની આરાધનના મૂળબીજરૂપ શ્રીનવકારના આરાધક આત્માઓને સ્વ-પરહિતકર આ નિયમો જરૂર આવકાર્ય જણાશે એવી અમને શ્રદ્ધા છે.
પિંડસ્થ ધારણા
પિંડસ્થ ધારણાનો એક અર્થ એવો પણ કરી શકાય કે પિંડ એટલે શરીર અને તેમાં રહેલ આત્મા તે જ પરમાત્મા છે. તેનું ધ્યાન કરવું તે પિંડસ્થ ધ્યાન છે.
પિંડમાં પાંચ ભૂત છે તથા આત્મા છે. તેથી પ્રથમ પાંચભૂતની સ્કૂલ ધારણા બતાવી છે. તેમાં મન સ્થિર થયા બાદ પિંડમાં રહેલ આત્મા જે સાધ્ય છે તે પિંડસ્થનું ધ્યાન બતાવેલ છે.
ધર્મ-ચિંતન ૦ ૩૭૫