________________
મંત્ર ચૈતન્ય પ્રગટાવીએ’
આપણે શ્રીનમસ્કાર મહામંત્ર ગણીએ છીએ પણ ઘણીવાર નવકારનો પોપટપાઠ થાય છે એમ નથી લાગતું ? નવકાર ગણતાં—મંત્રચૈતન્ય પ્રગટવું જોઈએ તે પ્રગટે છે ? મંત્રચૈતન્ય કચારે પ્રગટ્યું ગણાય ગણતાં એવો વિશ્વાસ જાગે કે ‘પરમ-પવિત્ર પંચપરમેષ્ઠિના નમસ્કારથી મારા સર્વ પાપોનો નાશ થઈ રહ્યો છે.'
જાગે છે આવો વિશ્વાસ ? ક્યારેક પણ આવું મંત્રચૈતન્ય પ્રગટ્યું ?
આપણને કોઈ કહે, ‘તમે પ્રભાવશાળી છો’ તો મોઢું વિકસ્વર થઈ જાય છે ને ? ‘તમે મૂર્ખ છો’ કહે તો ગુસ્સો આવે છે ખરું ને ? એને શબ્દચૈતન્ય કહેવાય. શબ્દોને— અનુસાર ચેતના પ્રગટી, ચમકારો થયો. તેમ નવકારમંત્ર ગણતાં શરીર રોમાંચિત, મુખ પ્રફુલ્લિત અને હૃદય વિકસ્વર થવું જોઈએ, તો જ મંત્રચૈતન્ય પ્રગટ થયું ગણાય.
નવકાર ગણતાં પરમેષ્ઠિ ભગવંતોનું અદ્ભુત, અનુપમ અને લોકોત્તર સ્વરૂપ નિહાળવાનો પ્રયત્ન કરો, એ જોતાં જોતાં શરીરનો રોમાંચ, મુખની પ્રફુલ્લતા કે હૈયાની વિકસ્વરતા સહજ બની જશે.
આ રીતે મંત્રચૈતન્ય પ્રગટાવીશું તો આપણે શ્રીનવકારમંત્રથી પૂરેપૂરો લાભ મેળવી શકીશું.
મહામંત્રના આરાધકોને વિજ્ઞપ્તિ
(૧) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહના પરિમાણરૂપ પંચશીલનું તે મન-વચન-કાયાથી પાલન કરે, કરાવે તેમ જ કરનારની અનુમોદના કરે.
(૨) રાત્રે ભોજન ન કરવાનો નિયમ લે. સૂર્યાસ્ત પૂર્વે ભોજનનો ત્યાગ કરવાથી દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારનું આરોગ્ય સારું રહે છે તેમ જ જડતા ઘટે છે.
ન આરાધકને માંસ, મદિરા, કન્દમૂળ, અથાણાં તેમ જ બહુબીજવાળી
વનસ્પતિ વગે૨ે જીવનભર ન વાપરવાનો નિયમ હોવો જ જોઈએ. ઉક્ત અભક્ષ્ય પદાર્થોના સેવનથી બુદ્ધિની સાત્ત્વિકતા તા ઘટે છે. અને વિકૃતિ વેગપૂર્વક વધતી રહે છે. (૪) જ્ઞાનતંતુઓ પર પ્રતિકૂળ અસર કરનારા ચાહ, કોફી, કોકો વગેરે માદક પાણીઓનો ત્યાગ—આરાધનામાં સ્થિર બનવા માટે અનિવાર્ય છે.
(૫) આરાધકે તળેલી ચીજો, ક્ષારવાળી વસ્તુઓ તેમ જ મેંદાની વાનગીઓના ત્યાગનો નિયમ લેવો જોઈએ. કારણ કે આ વસ્તુઓ વાપરવાથી આરાધના માટે
398. ધર્મ-ચિંતન