________________
જીવનના છેલ્લા શ્વાસ સુધી કંચન-કામિનીની આળપંપાળ ન શોભે.' આ પ્રમાણે ક્ષેમંકરે વારંવાર ભારપૂર્વક કહ્યા કર્યું !
આથી બાજુમાં બેઠેલા ક્ષેમંકરના મિત્ર બ્રહ્મસેનને આશ્ચર્ય થયું.
“આભંકર હંમેશ ધર્મકરણીમાં રતજાગ્રત રહે છે. પર્વતિથિએ પૌષધ કરવાનું કદી ચૂકતો નથી. તો રોજ પૌષધ કરવાનો આગ્રહ શા માટે કરો છો ?' બ્રહ્મસેને જિજ્ઞાસાથી ક્ષેમંકરને પૂછ્યું.
તું
“બ્રહ્મસેન ! એ જે આરાધે છે તે બિંદુ છે. સિંધુ જેટલું આરાધન બાકી છે, એ કેમ ભૂલી જાય છે ?'
“પરંતુ, જો એ રોજ પૌષધ લઈને બેસશે તો એનો ઘરસંસાર કેમ નભશે ?’’ “બ્રહ્મસેન ! તે હું સમજું છું, છતાં એને રોજ પૌષધનો આગ્રહ કરું છું તેમાં ગૂઢ રહસ્ય છૂપાયેલું છે.”
‘તે રહસ્ય શું ?’
‘એનું આયુષ્ય હવે માત્ર છ મહિનાનું જ બાકી છે.'
‘હૈં...?' ભય, ગ્લાની અને જિજ્ઞાસાની મિશ્ર લાગણીથી આખી સભા ખળભળી ઉઠી. ':
છ માસને અંતે આભંકરનું મૃત્યુ ?
“હા...છ માસના અંતે આભંકર આ ફાની દુનિયામાંથી વિદાય લેશે. તે પહેલાં મારે એને પુણ્યનું પાથેય બંધાવવું છે. પૌષધની નક્કર આરાધના કરાવીને વિદાય આપવી છે.”
ક્ષેમંકરનો ગંભીરધ્વનિ સભામાં પ્રસરી રહ્યો.
કેવો અજબ ભાતૃપ્રેમ ! કેવી આત્મપ્રીતિ ! કેવી આત્મસગાઈ ! સાધર્મિકો અનુમોદના કરી રહ્યા.
‘પણ તમે શી રીતે જાણ્યું કે આભંકરનું આયુષ્ય છ માસનું છે ? બ્રહ્મસેને પૂછ્યું. ‘દેવગુરુધર્મનો પસાય અજબ હોય છે' ક્ષેમંકરે કહ્યું.
‘શું એવું કોઈ અતિશય જ્ઞાન થયું છે ? બ્રહ્મસેને પૂછ્યું.
‘હા’ ક્ષેમંકરે કહ્યું.
‘ક્યું જ્ઞાન ? શું નામ ?' બ્રહ્મસેને આતુરતાથી પૂછ્યું. ‘અ...વ...ધિ...'. ક્ષેમંકરે કહ્યું.
ધર્મ-ચિંતન ૦ ૩૮૩