________________
સર્વના કલ્યાણમાં પોતાનું કલ્યાણ
શ્રી અગરચંદજી નાહટા જગતમાં પ્રસિદ્ધ કહેવત છે કે, “ર મા તો હો મન્ના' પરંતુ મનુષ્ય મોટે ભાગે પોતાનું જ ભલું ચાહે છે. બીજાને પણ આનંદમંગળ થાઓ, બીજાઓનું દુઃખ પણ દૂર થાઓ, બીજાઓ પણ સુખથી ભરપૂર થાઓ, એવો પ્રયત્ન કરવો દૂર રહ્યો પણ એવી મંગલ કામના પણ કરતો નથી. જે શુભ કામના કરવાથી ન પોતાને પૈસા લાગે છે, ને પોતાને શારીરિક શ્રમ પડે છે અને જેનું ફળ અત્યંત શુભ છે, એવું સરળ અને લાભપ્રદ કાર્ય પણ મનુષ્ય કરતો નથી, એનાથી અધિક દુઃખની વાત બીજી શી હોઈ શકે? ન માલૂમ મનુષ્યમાં આ કુટેવ પડી ગઈ છે કે તે બીજાની બુરાઈ ન કરી શકે તો પણ તેની ઇચ્છા એક જ રહે છે કે મારાથી વધારે સુખી કોઈ ન હોય બીજાને અધિક સુખી દેખીને તેના મનમાં ઈષ્ય જાગ્રત થઈ જાય છે. ભારતીય મહર્ષિઓએ એ માટે ચાર સુંદર ભાવનાઓનું નિરૂપણ કર્યું છે, જેથી પોતાનું તો કલ્યાણ થાય જ છે, સાથે બીજાઓના કલ્યાણનું પણ તેથી ઉત્થાન થાય છે. તે ભાવનાઓ છે, મૈત્રી, પ્રમોદ કારુણ્ય અને માધ્યચ્ય.
જગતમાં સારા-નરસા, સજ્જન-દુર્જન, સર્વપ્રકારના લોક હોય છે. તે સર્વની સાથે આપણો સંબંધ કેવો જોઈએ, એનું સુંદર નિરૂપણ આ ભાવનાઓ વડે કરવામાં આવ્યું છે. સર્વને પોતાના હિતકારક માને અને કોઈને પણ પોતાનો શત્રુ ન માને, એ મૈત્રીભાવના છે. પોતાથી ઉચ્ચ શ્રેણિવાળી વ્યક્તિને દેખીને પ્રમોદભાવ જાગે. દુઃખી મનુષ્યોના પ્રત્યે કરુણાભાવ હોય. કોઈના પણ દુઃખને જોઈને કરુણાભાવ જાગે, અને એ ભાવથી પ્રેરિત થઈને તે વ્યક્તિનું દુઃખ નિવારણ માટે પૂર્ણપણે અગ્રસર થાય.
દુઃખ અનેક પ્રકારના હોય છે. બહારથી સુખી દેખાતા પણ અંદરથી દુઃખી હોય છે. જન્મ, મરણ, રોગ અને વૃદ્ધાવસ્થાનાં દુઃખો તો બધાની પાછળ લાગેલા જ છે. એ કારણે મહાપુરુષોએ કઠિન સાધના દ્વારા સુખ-શાંતિનો માર્ગ શોધ્યો અને પોતાની અનુભવસિદ્ધવાણી દ્વારા સદ્ધર્મનો સંદેશ આપ્યો. મહાપુરુષોનો ઉપદેશ પણ એક પ્રકારનું દાન છે. રસ્તો ભૂલેલાને રસ્તો બતાવવો એ સત્પરુષોનું કામ છે. મૂઢજન કલ્યાણનો માર્ગ શું છે, તે સમજી શકતો નથી અને અકલ્યાણના માર્ગમાં પ્રવૃત્ત રહે છે. તેને તે પ્રકારે ભટકી રહેલો દેખીને જ્ઞાનીજનોના હૃદયમાં કરુણા ઉત્પન્ન થાય છે. કોઈ પણ રીતે તેનો ઉદ્ધાર થાય, એ જાતિનો હૃદયનો પોકાર તેમને સદ્ધર્મ પ્રચારની પ્રેરણા આપે છે. એથી જગતનું કલ્યાણ થાય છે.
ચોથા પ્રકારની વ્યક્તિ તે છે કે જે સમજાવવા છતાં સમજતી નથી–ઘણીવાર તો શિખામણ આપનારની પણ નિંદા કરે છે, ગાળો દે છે, તેમને અનેક પ્રકારના કષ્ટ આપે
ધર્મ-ચિંતન • ૩૬૭