________________
પાંચ ભાવ-સમવાય
| (એક ચિંતન) (શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો સાથે અભેદભાવ કેળવવામાં આ ચિંતનાત્મક લેખમાંનો ભાવ અસરકારક ભાગ ભજવે છે તેમ જ અન્તરદષ્ટિને ઉત્તરોત્તર અધિક નિર્મળતા બક્ષે છે. સં.)
શ્રીઅરિહંત પરમાત્માનો મુખ્ય ગુણ માર્ગદશકતા છે. શ્રીસિદ્ધ પરમાત્માની વિશેષતા અવિનાશિપણાના કારણે છે. શ્રીઆચાર્ય ભગવંતનું મહત્ત્વ આચારના નિમિત્તે છે. શ્રીઉપાધ્યાય ભગવંત પાસેથી શ્રુતજ્ઞાન લેવા જેવું છે. શ્રીસાધુભગવંતો મોક્ષમાર્ગમાં સહાય કરે છે, માટે તેઓ સાધુ કહેવાય છે. તાત્પર્ય એ છે કે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો અનુક્રમે માર્ગદર્શકતા, અવિનાશિતા, આચાર, વિનય અને સહાયના કારણે ધ્યેય છે. - સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારીએ તો નથવિશેષની અપેક્ષાએ માર્ગદશકતા તે અરિહંતતત્ત્વ છે, અવિનાશિતા તે સિદ્ધતત્ત્વ છે, આચાર તે આચાર્યતત્ત્વ છે, શ્રત તે ઉપાધ્યાયતત્ત્વ છે અને સહાય તે સાધુતત્ત્વ છે. આ પાંચ ગુણો વિશ્વમાં સર્વદા વિદ્યમાન હોવાથી એ પાંચ ગુણોને અનુક્રમે શાશ્વત અરિહંત, શાશ્વત સિદ્ધ, શાશ્વત આચાર્ય, શાશ્વત ઉપાધ્યાય અને શાશ્વત સાધુ કહી શકાય.
પ્રત્યેક ધર્મક્રિયાનો કોઈને કોઈ દેશક-પ્રેરક હોય છે. એ દેશક તત્ત્વ તે અરિહંતરૂપ છે. પ્રત્યેક ક્રિયાનું પ્રયોજન અવિનાશિપણા (સિદ્ધપણા)ની પ્રાપ્તિ તે સિદ્ધરૂપ છે. પ્રત્યેક ક્રિયા એ સદાચારાત્મક હોવાથી આચાર્યરૂપ છે. શ્રુતજ્ઞાનપૂર્વકની ધર્મક્રિયા હોવાથી ઉપાધ્યાય તત્ત્વ પણ તેમાં કારણ છે. પ્રત્યેક ધર્મક્રિયામાં બીજાની સહાય લેવાય છે અથવા બીજાને સહાય અપાય છે, તેથી સાધુ તત્ત્વ પણ ત્યાં વિદ્યમાન છે. એ પ્રત્યેક ધર્મક્રિયાની પાછળ આ પાંચ પરમેષ્ઠિ ભગવંતો પાંચ સમવાયની જેમ કાર્ય કરી રહ્યા છે. - એ રીતે એ પાંચે ભગવંતો ધર્મનાં પ્રાણ છે. પ્રત્યેક ધર્મક્રિયામાં એમની પ્રાણાત્મકતાનું જ્ઞાન આપણા પર થતા એમના ઉપકારની ભાવનાને દઢ કરનારું હોવાથી અત્યંત ઉપયોગી છે. એ રીતે પરમેષ્ઠિ ભગવંતોને ભાવસમવાય કહી શકાય. જેમ . કાલાદિ સમવાયો વિના કોઈ કાર્યો થતાં નથી, તેમ શ્રીઅરિહંતાદિ ભાવ સમવાયો વિના કોઈ પણ ધર્મકાર્ય અસંભવિત છે.
એ પાંચ ભાવ સમવાયોમાં સમગ્ર મોક્ષમાર્ગ રહેલો છે. તેથી એ પાંચ સમવાયોનો આત્મા સાથે અભેદ સાધવો જોઈએ. માર્ગદર્શક તરીકે અરિહંતનું ધ્યાન કરતો આત્મા શ્રીઅરિહંત તત્ત્વ સાથે અભેદ અનુભવે છે. સિદ્ધપણાનું લક્ષ્ય રાખતો આત્મા શ્રીસિદ્ધ તત્ત્વ સાથે અભેદ અનુભવે છે. આચારનું પાલન કરતો આત્મા આચાર્ય
ધર્મ-ચિંતન ૩૭૧