________________
અર્થ સૂત્રનો ઉચ્ચાર અખ્ખલિત, અમિલિત, અવ્યત્યાગ્રંડિત, પરિપૂર્ણ, પરિપૂર્ણ ઘોષયુક્ત, કંઠ અને ઓષ્ઠથી વિપ્રમુક્ત અને ગુરુવારના પ્રમાણે કરવો છે. મહાપુણ્યના કારણે બાંધેલા તીર્થકર નામકર્મના ઉદયથી શ્રીઅરિહંત ભગવંતો ભવ્ય જીવોના સંતાપને શમાવનારા હોય છે અનેક જન્મોમાં સંચિત કરેલા મહાન પુણ્યના અતિશયથી જગતમાં કોઈને તોલે ન આવે એવા અતુલ બલ, વિર્ય, ઐશ્વર્ય, સત્ત્વ તથા પરાક્રમ તેમનામાં હોય છે.
એ જ રીતે અનેક અતિશય તેમ જ ગુણસંપદા સહિત પૂર્વે કહેલા અર્થને સિદ્ધ કરનારા બીજા અધ્યયનનો અને અનુક્રમે બાકીના ત્રણ અધ્યયનોનો રહસ્યભૂત અર્થ અમે વિચાર્યો.
શ્રુતજ્ઞાનની ઉપાસના, વાચના આદિ સ્વાધ્યાય દ્વારા સૂત્રો અને અર્થના અનુરાગી મનવાળા અને શ્રદ્ધાસંવેગથી યુક્ત, ગુરુપરંપરા દ્વારા જળવાયેલી હોવાથી ચિંતન, અનુસ્મરણ અને એકાગ્ર મનથી ધ્યાન કરવા માટે જોઈતી નામસ્થાપના વગેરેથી અનેક પ્રકારે થયેલી પાંચ પદની પ્રરૂપણા આપણને સાંપડે છે અને ચૂલિકાનો અર્થ તેના ત્રણ ઉદ્દેશો દ્વારા સંક્ષેપ અને વિસ્તારથી પણ આપણને સાંપડે છે.
–તેટલા પૂરતા આપણાં સદ્ભાગ્ય છે, પરંતુ જે વ્યાખ્યા ખૂબ વિસ્તારથી અનંતગમ અને અનંત પર્યાયોથી પંચમંગલમહાશ્રુતસ્કંધના સૂત્રથી પૃથભૂત નિર્યુક્તિ, ભાષ્ય તથા ચૂર્ણિ દ્વારા અનંતજ્ઞાનદર્શક તીર્થકરોએ જેવી રીતે કરી હતી તેવી રીતે જ સંક્ષેપથી ચાલી આવતી હતી. તેનો વિચ્છેદ થયો છે અને ત્યારબાદ મહારિદ્ધિમાન પદાનુસારી લબ્ધિવાળા દ્વાદશ શ્રુતજ્ઞાનના ધારક આચાર્યશ્રી વજસ્વામીએ વ્યાખ્યા કરી હતી તે પણ ખંડિત થઈ જવાથી ઘણાં પાનાં સડી ગયાં હતાં. પરંતુ તે અત્યંત મહાન અર્થાતિશયવાળા મહાનિશીથવ્રુતસ્કંધને સમગ્ર પ્રવચનના પરમ સારભૂત પરમ તત્ત્વ તથા અર્થ,ક્ત સમજીને સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિજીએ તેનો ઉદ્ધાર કર્યો અને તે શ્રીમહાનિશીથસૂત્રમાં આપણને હાલ પ્રાપ્ત થાય છે. તે શ્રીમહાનિશીથસૂત્રના નમસ્કાર મહામંત્રવિષયક ભાગનું ભાષાંતર પ્રકટ કરવાનું સદ્ભાગ્ય આજે અમોને પ્રાપ્ત થાય છે.
શ્રીનમસ્કાર મહામંત્રના અર્થની પ્રરૂપણા આ પ્રમાણે વિશેષ પ્રકારે પ્રાપ્ત થતી હોવા છતાં આપણે જે અર્થો અવધારીએ છીએ તેના અવબોધનો આધાર આપણી ગ્રહણ કિરવાની શક્તિ ઉપર રહે છે.
તાત્પર્ય આવી શક્તિ પ્રાપ્ત કરવાના ઉપાયો શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે, પરંતુ આપણે તે પ્રત્યે યોગ્ય લક્ષ્ય આપીએ તો જ સાંપડે.
ધર્મ-ચિંતન • ૩૪૧