________________
શ્રીનમસ્કાર મહામંત્ર
ડૉ. વલભદાસ નેણસીભાઈ (શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવાની અચિંત્ય ઉપકારક શાસ્ત્રીય પદ્ધતિનું આ લેખમાં સચોટ નિરૂપણ છે. પાંચ ઇન્દ્રિયોને શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના ભાવસ્પર્શ વડે સતત પવિત્ર રાખવાની ઊંચી વાત આ લેખમાં સરસ રીતે વ્યક્ત થઈ છે. સં.)
માનવ જીવનમાં નમસ્કારનું સ્થાન ઘણું ઊંચું છે. મનુષ્યના હૃદયની કોમળતા, સરળતા, ગુણગ્રાહકતા, અને ભાવુકતાનો પરિચય તેમાં રહેલાં યોગ્ય આત્માને નમસ્કાર કરવાની ક્રિયાથી થઈ શકે છે. પોતાથી શ્રેષ્ઠ અને પવિત્ર એવા મહાન આત્માઓને ભક્તિ બહુમાનથી. ગદ્ગદિત થઈને નમસ્કાર કરવો એ માનવ માત્રનો સહજ ધર્મ છે. એ ગુણસંપન્ન આત્માઓને નમસ્કાર કરવાથી અહંતાનો નાશ થાય છે અને યોગ્ય આત્માઓનાં ચરણોમાં પોતાની જાતને સમર્પણ કર્યાનો આત્મસંતોષ અનુભવાય છે.
નમસ્કાર એ નમ્રતા અને ગુણગ્રાહકતાનું પ્રતીક છે. તેનાથી ઉત્તમ આત્માઓથી પોતાની અલ્પતાનો અને તેઓની અધિકતાનો એકરાર થાય છે. આ એકરાર પોતામાં ગુણોનો આધારક હોવાથી પરમેષ્ઠિ નમસ્કાર માનવ માત્રનો પરમ ધર્મ બને છે.
- વિશુદ્ધ નમસ્કાર વડે ઉપાસકના આત્મામાં ઉપાસ્ય પ્રતિ ભક્તિનું સામ્રાજય સ્થપાય છે. આ ભક્તિભાવ આત્માને શુદ્ધ બનાવવામાં પૂર્ણ મદદગાર બને છે. પોતાથી અધિક ગુણીને જોઈને સાંભળીને, નમીને, અને સ્મરણ કરીને ભક્તિભાવથી દ્રવિત થવું જોઈએ અને બહુમાન, સન્માન પ્રદર્શિત કરવું જોઈએ. કારણ કે તે પ્રમોદ ભાવનાનું પ્રતીક છે. પ્રમોદ ભાવનાથી હૃદય વિશાળ-ઉદાર અને ઉદાત્ત બને છે તેના અભ્યાસથી ગુણોની પ્રાપ્તિ સુલભ બને છે હૃદયમાં રહેલા ઇર્ષાદિ દોષો બળી જાય છે.
નમસ્કાર કરવા માત્રથી આવું મોટું ફળ મળે એ વાત આજના તર્કવાદના જમાનામાં સુસંગત કેવી રીતે કરવી ? આ પ્રશ્ન થવો સંભવિત છે. છતાં તેનો ઉત્તર પણ રહેલો છે.
બાહ્ય દૃષ્ટિવાળા જીવો જગતમાં હાથ-પગ હલાવવા એને જ માત્ર ક્રિયા માને છે. અંતર દષ્ટિવાળાની તે માન્યતા નથી. તેમની ક્રિયાની રીત જુદી હોય છે. જેમ સૂર્યનો ઉદય થતાની સાથે ચોરો પલાયન થઈ જાય છે. તેમાં સૂર્યને કાંઈ કરવું પડતું નથી. સૂર્યના પ્રગટ થવા માત્રથી તે ક્રિયા આપોઆપ થઈ જાય છે. એ જ રીતે કમળને વિકસાવવા માટે સૂર્યને કમળની પાસે જવું પડતું નથી. આકાશમાં સૂર્યનો પ્રકાશ થતાંની સાથે જ કમળો સ્વમેવ ખીલી ઉઠે છે. બસ પરમેષ્ઠિ નમસ્કારમાં આ જ નિયમ લાગુ પડે છે. પાપરૂપી ચોરોને
ધર્મ-ચિંતન ૩૪૩