________________
ભગવંતોનો ગંધ-શીલની સુગંધ સર્વ લૌકિક સુગંધીદાર પદાર્થોની સુગંધના તુચ્છ આકર્ષણનું ટાળે છે. જીવને શબ્દાદિ વાસના અનાદિકાળની છે તે વાસનાને નષ્ટ કરવા માટે એક બાજુ વિષયની વિરસતાનું ચિંતન અને બીજી બાજુ પરિણામે સુંદર એવા | વિષયોની સુંદરતા પ્રણિધાન અતિ આવશ્યક છે.
પૌગલિક પદાર્થો ઉપરની ગંધ વાસનાને નિર્મૂળ કરવા માટે આચાર્ય ભગવંતોના ભાવ આચારોની સુવાસ પંચાચારના પાલનથી ઉત્પન્ન થતી શીલરૂપી સુગંધીનું પ્રણિધાન ઉત્તમ પ્રણિધાનની ગરજ સારે છે.
આ રીતે શ્રીઅરિહંતોનો ગંભીર-ધ્વનિ, સિદ્ધોનું અવિનાશીરૂપ અને આચાર્યોના સદાચારની સુવાસ આ ત્રણનું વર્ણન થયું, તે જ રીતે ઉપાધ્યાયના સ્વાધ્યાયનો રસ અને સાધુઓની કાયાનો સ્પર્શ તથા બન્નેનું પ્રણિધાન નમસ્કારની ક્રિયાને ભારક્રિયામાં પલટાવી નાંખે છે.
અહિંસા અને અનેકાંત અહિંસાના વિચારને માનવીના હૃદયના કંપની સાથે સંબંધ છે અનેકાંતને માનવબુદ્ધિમાં પેદા થતા તર્ક સાથે સંબંધ છે. - એકમાંથી પ્રેમ અને કરુણા નિર્માણ થાય છે. બીજામાંથી બૌદ્ધિક ઔદાર્ય અને સત્યાગ્રહિતા નિષ્પન્ન થાય છે.
ઉપવાસાદિ દ્વારા દેહદમન તે બાહ્ય તપ અને ધ્યાન, પ્રાયશ્ચિત, વિનય, સેવાશુશ્રુષા અને સ્વાધ્યાય દ્વારા ચિત્તનું સંશોધન તે અત્યંતર તપ. બંને તપની ઉત્કૃષ્ટ આરાધના પૂર્ણત્વની પ્રાપ્તિ કરાવે છે. બાહ્ય-અત્યંતર તપ વિના આધ્યાત્મિક ઉત્કર્ષ અશક્ય છે.
જ્ઞાન એટલે આંતર ચેતનાની જાગૃતિ અને ક્રિયા એટલે અહિંસા, સંયમ અને તપ ઉપર આધારિત જીવનચર્યા. આ બંનેની સાધના અને ઉપાસના દ્વારા માનવી પોતાનો પરમ ઉત્કર્ષ સાધી શકે છે.
અહિંસા અને અનેકાંત હળીમળીને રહેવાનું શીખવે છે. પરસ્પરના જીવનનો અને વિચારોનો આદર કરવાનું કહે છે. ઉર્ધ્વ ચેતનાના આવિર્ભાવ દ્વારા, પરમ તત્ત્વની અનુભૂતિ તે વડે થાય છે.
ધર્મ-ચિંતન ૩૪૭