________________
चत्तारी सरणं पवज्जामिअरिहंत सरणं पवज्जामि,
सिद्धे सरणं पवज्जामि,
साहू सरणं पवज्जामि,
केवली पन्नतं धम्मं सरणं पवज्जामि ।
અરિહંતો મંગળ છે, સિદ્ધો મંગળ છે, સાધુ મંગળ છે અને કેવલી ભગવંતોએ પ્રરૂપેલો ધર્મ મંગળ છે અને જે વસ્તુ મંગળ હોય તેનું શરણું લેવાથી મંગળ જ થાય અને તેટલા માટે જ ચાર શરણ સ્વીકારવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
હું અરિહંતોનું શરણું સ્વીકારું છું.
હું સિદ્ધોનું શરણું સ્વીકારું છું.
હું સાધુઓનું શરણું સ્વીકારું છું.
હું કેવલીએ પ્રરૂપેલા ધર્મનું શરણું સ્વીકારું છું.
આ પ્રમાણે શરણું સ્વીકારીએ એટલે આપણને તેમના પ્રત્યે ‘અહોભાવ' જાગ્યો હોવો જ જોઈએ અને ‘અહોભાવ’ જાગ્યો હોય તો આપણે તેમનાં જ, તેમની આજ્ઞાના જ વિચાર રાત-દિવસ કરતાં થઈ જઈશું અને તેમની કૃપાથી પરિણામે આપણે તેમના જેવા થઈ જઈશું.
શ્રી તત્ત્વાનુશાસનમાં કહ્યું છે કે :
'वीतरागोऽप्य देवो ध्यायमानो मुमुक्षुभिः । स्वर्गापवर्गफलदो शक्तिस्तस्यहिताद्दशी ॥'
અર્થ :—આ દેવ વીતરાગ હોવા છતાં મુમુક્ષુઓ વડે ધ્યાન કરાતાં સ્વર્ગ અને અપવર્ગરૂપી ફળને આપનારા છે કેમ કે તેમની શક્તિ જ તેવા પ્રકારની છે.
વળી શ્રીઉપમિતિ ભવપ્રપંચા કથામાં પણ કહ્યું છે કે
‘स देवो परमात्माख्यः शुद्धबोधप्रभावकः । अशरीरोऽप्यनन्तेन वीर्येण भवमोचकः ॥'
અર્થ :—તે વીતરાગ પરમાત્મા નામના દેવ, શુદ્ધ જ્ઞાનરૂપી પ્રકાશને ફેલાવનારા (સ્વયં) શરીર રહિત હોવા છતાં અનંત વીર્ય વડે (જીવોને) સંસારથી મુકાવનારા છે. સૌને ચાર મંગળ અને ચારે શરણ મળો, એ જ અભ્યર્થના.
૧. શરણું સ્વીકારવું એનો અર્થ જ એ છે કે—જેના શરણે જઈએ છીએ, તેની રક્ષણાત્મક શક્તિમાં આપણને અડગ વિશ્વાસ છે.
ધર્મ-ચિંતન ૦ ૩૫૭