________________
ત્રણેની ભાવનાથી ભાવિત અંતઃકરણ બને ત્યારે આવશ્યક ક્રિયા ભાવક્રિયા બને છે.
નમસ્કારની ક્રિયાને પણ ભાવક્રિયા બનાવવી હોય તો ચિત્તને આ કહેલા ગુણોવાળું બનાવવું જોઈએ. ચિત્ત એ ગુણોવાળું ત્યારે જ બને કે જ્યારે નમસ્કારની ક્રિયા હેતુપૂર્વક બને અર્થાત્ ક્રિયા પાછળના હેતુઓનું સ્પષ્ટ જ્ઞાન અને લક્ષ્ય હોય. આચાર્યને નમસ્કાર કરવામાં હેતુ આચાર-પ્રધાન છે. તે આચાર પાંચ પ્રકારનો છે. અથવા છત્રીસ કે એકસો આઠ પ્રકારનો છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર, તપ અને વીર્ય એ આત્માના પાંચ મુખ્ય ગુણો છે તેને પ્રગટ કરવા માટેના પાંચ આચારો જ્ઞાનાચારાદિ નામોથી ઓળખાય છે. તેના પેટા ભેદો અનુક્રમે ૮-૮-૮-૧૨ પ્રકાર છે. કુલ ૩૬ને ૩ વીર્યાચાર વડે ગુણવાથી ૧૦૮ પ્રકાર આચારના થશે. એ સર્વ પ્રકારના આચારોના જ્ઞાનમાં અને પાલનમાં કુશળ હોય તે ત્રીજા પદે પ્રતિષ્ઠિત ભાવ આચાર્ય છે.
ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંત પણ આ સર્વ આચારથી કુશળ હોય છે, . પરંતુ તેઓ આચાર્ય ભગવાનોની આજ્ઞા વડે પ્રેરાયેલા હોવાથી પંચાચારના પાલક અને પ્રવર્તક મુખ્યતયા તો આચાર્ય જ કહેવાય છે. આચાર્ય ભગવંતના આ આચાર ગુણનું પ્રણિધાન આચાર્ય ભગવાનને કરાતા નમસ્કારની પાછળ હોવું જોઈએ. પાંચે ઇન્દ્રિયોના વિષયથી મુંઝાયેલા સંસારમાં પરમેષ્ટિ ભગવંતમાં રહેલા સર્વ શ્રેષ્ઠ પાંચ વિષયોને અલગ પાડીને તે તે વિષયોમાં પ્રણિધાનપૂર્વક પાંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવામાં આવે તો તે ભાવ નમસ્કાર બને છે. પાંચ વિષયોમાં મુખ્ય વિષય શબ્દ છે: શબ્દમાં સર્વ શ્રેષ્ઠ શબ્દ શ્રીઅરિહંત પરમાત્માનો છે. સમવસરણમાં બિરાજમાન થઈ શ્રીઅરિહંત ભગવંતો જ્યારે ધર્મદેશના આપે છે, ત્યારે તેમનો શબ્દ ધ્વનિ આષાઢી મેઘની ગર્જનાથી પણ અધિક મધુર અને ગંભીર હોય છે, અથવા જાણે મંથન કરાતા સમુદ્રનો જ ધ્વનિ ન હોય તેમ પ્રભુના મુખમાંથી નીકળતા શબ્દનો ધ્વનિ શ્રોતાઓના ચિત્તના સંતાપને હરનારો થાય છે. વિષયરૂપી વિષના આકર્ષણને ટાળનારો થાય છે. શ્રીઅરિહંતના શબ્દની જેમ સિદ્ધનું રૂપ અને તેમનું પ્રણિધાન ત્રણે લોકમાં રેહલા સર્વ પ્રકારના રૂપના મિથ્યા આકર્ષણને હરનારું થાય છે. સિદ્ધ અરૂપી છે પણ અહીં રૂપનો અર્થ શરીરનું રૂપ ન લેતાં આત્માનું રૂપ લેવાનું છે. વળી શરીરનું રૂપ કે સૌંદર્ય અંતે તો આત્માના રૂપને જ આભારી છે. જીવ રહીત શરીરનું રૂપ તે રૂપ ગણાતું નથી. શરીરમાં જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી જ શરીરનું રૂપ આકર્ષે છે. એટલે સંસારી જીવના શરીરનું સૌંદર્ય પણ વસ્તુતઃ શરીરની અંદર રહેલા ચેતનની ચૈતન્યતાના સૌંદર્યની સાથે સંબંધ રાખે છે. સિદ્ધ ભગવાનનું રૂપ તે ચેતનનું છે તેથી તે સર્વ શ્રેષ્ઠ છે.
સિદ્ધનું રૂપ સર્વ રૂપોથી ચઢીયાતું છે, તેથી તેમનું ધ્યાન અન્ય સર્વ રૂપી પદાર્થોના રૂપના અયોગ્ય આકર્ષણને ક્ષણ વારમાં દૂર કરે છે. તેવી રીતે આચાર્ય
૩૪૬ ૦ ધર્મ-ચિંતન