________________
દિવ્ય ભાવનાબળ શ્રી ફત્તેહચંદ ઝવેરભાઈ
(વિશ્વવ્યાપી વિશાળ ભાવનાને આચારમાં બરાબર ઓતપ્રોત કરીને અણમોલ માનવભવને સાર્થક કરવાની મૌલિક વિચારધારા આ લેખમાં વહી રહી છે. સં.)
જન્મ પછી પ્રત્યેક વ્યક્તિને એક એવી આંતરપ્રેરણાનું બળ પ્રશ્ન કરે છે કે ‘માનવ !’ આ જગતમાં તારો જન્મ શાને માટે છે ? આનો ઉત્તર તે વ્યક્તિના આખા જીવન પર્યંતના કાર્યકાર્યના નિર્ણય ઉપર અવલંબે છે. જન્મતાં વેંત માતા-પિતા સ્વજનવર્ગ હર્ષ પામે છે, પરંતુ, એક નીતિકારે કહ્યું છે. કે, બાળક ! તારા જન્મ વખતે તું રૂવે અને લોકો હસે, અને મૃત્યુ વખતે તું હસે અને લોકો રૂવે. આવી પરિસ્થિતિ જીવન પર્યંત તૈયાર કરજે.' આ શબ્દોનું રહસ્ય જો મનુષ્ય પોતાના હૃદયમાં પ્રકટાવે અને કાર્યાકાર્યનો નિર્ણય મનની વિશુદ્ધિ દ્વારા કરતો રહે તો એ નીતિકારનાં અણમૂલ વચન સત્ય કરી બતાવવાનો પ્રસંગ ઉપસ્થિત થયા વગર રહે નહિ.
જીવનમાં સારા સંસ્કારો ઉપચિત કર્યા પછી ભૂતમાત્રમાં આત્મવત્ બુદ્ધિ થાય, તેઓનું સુખ-દુઃખ એ મારું સુખ-દુઃખ છે—એવી વિશ્વવ્યાપી વિશાળ ભાવના ઉત્પન્ન થાય ત્યારે મનુષ્યમાં અપૂર્વ દિવ્યતા પ્રકટ થાય છે, જે દિવ્યતા વડે બીજા આત્માઓને અંધકારના માર્ગમાંથી પ્રકાશના માર્ગમાં તે મનુષ્ય મૂકી શકે છે. હૃદયનું સાંકડાપણું અને મિથ્યાભિમાન આદિ મનુષ્યના દુર્ગુણોને આ સંસારના અગ્નિથી ભસ્મીભૂત કરવા અને એ જ તાપની ધગધગતી ભઠ્ઠીમાં આત્માના તુચ્છ અહંત્વને મૈત્રીભાવનાની દિવ્યતામાં ઓગાળી નાંખવું—એ આ જન્મના મનુષ્યજીવન તરીકેની વાસ્તવિક સાર્થકતા છે. જે વડે દેહતત્ત્વનો વિલય થાય, તેના ધર્મોને પોતાના ધર્મો ન લેખતાં પુદ્ગલના ધર્મો તરીકે લેખાય તેવી આચરણા તે ભાવના—બળનું ફલિત પરિણામ છે.
અન્યના હિત અર્થે આપણા નાના-મોટા સ્વાર્થોની અવગણના કરવી, તેમના સુખ અને તૃપ્તિમાં આપણું સુખ અને તૃપ્તિ ઉપજાવી લેવી, વિશ્વના જીવો સાથે આપણી એકાકારતા થવા સુધીની બુદ્ધિ અનુભવવી, એ જૈનદર્શન અનુસાર ભાવનાબળનો રાજમાર્ગ છે વિશ્વસેવાની વેદિમાં પોતાના સુખ અને સાધનોની આહુતિ આપનાર વી૨૫રમાત્માનું જીવન આપણને પરોક્ષ રીતે અપૂર્વ આત્મબળ પ્રેરી રહ્યું છે.
નાની નાની સગવડોનો ભોગ આપતાં ક્રમે ક્રમે અંતરાત્મપણું પ્રકટે છે અને મૈત્રીભાવના વૃદ્ધિ progress) પામે છે. ‘મારા'પણું અને ‘હું'પણું ભૂલાવવા માટે જ શાસ્ત્રકારોની પ્રવૃત્તિ હંમેશાં સૂચના આપતી રહી છે. પ્રત્યેક વ્યક્તિ જ્યારે પોતાનું સુખ સાચવવા તૈયાર હોય છે, ત્યારે તે એક નાના દૃષ્ટિબિંદુ (Point of view)માં સંકોચાઈ
ધર્મ-ચિંતન ૦ ૩૫૩