________________
રહ્યું ? ' હે નિષ્કારણ બંધુ ! આપે જ મારા રોગનું સાચું નિદાન કરી આપ્યું હોવા છતાં, અને આપ જ એ અનંત આરોગ્ય લક્ષી રહેલ હોવા છતાં, હું મારા સહજમળના પ્રભાવે જ એને વધુ ને વધુ પુષ્ટિ મળે એવા કુપથ્યનું સેવન કરીને જ દુઃખી-દુઃખી થઈ રહ્યો છું.
હે કરુણામય ! આપની પરમ કરુણાના પ્રભાવે જ મને મારા સહજ આરોગ્યની ઝંખના જાગી રહી છે. આપ તો એ પૂર્ણ આનંદ સ્વરૂપે પ્રગટ કરી ચૂકેલ છો અને એ પ્રકટીકરણનો સચોટ ઉપાય પણ આપે દર્શાવેલ છે. એટલું જ નહિ પણ આપની પરમ કરુણાને પાત્ર અનેક ભવ્યાત્માઓના એ શિવ-નિરાબાધ પંથના આપ જ એક સાર્થવાહ છો. મહાગોપ-મહાનિર્ધામક છો.
હે ચૈતન્યશ્રેષ્ઠ ! વિશ્વ પર વિદ્યમાન ચૈતન્યતત્ત્વની આપણી સહુની એક જ જાતિ છે ! આપશ્રી એ જ જાતિના એક મહાન વ્યક્તિ છો. શ્રેવિર્ય છો. નાયક...રક્ષક છો. અમે સહુ જીવસમૂહ આપનું રક્ષ્ય છીએ. આપ દૃષ્ટા છો, અમે સહુ આપના દૃશ્ય છીએ. આપ અમારા ધ્યેય છો, અમે ધ્યાતા છીએ. આપ સકળ વિશ્વના પૂર્ણ જ્ઞાતા છો. અમે સહુ જ્ઞેય છીએ. આપશ્રીનું આત્મદ્રવ્ય અને અમારું સર્વ જીવોનું આત્મદ્રવ્ય નિશ્ચયથી એક સરખું છે તથા આપશ્રીનો વર્તમાન પર્યાય એ જ અમારો પણ (ભવ્યાત્માઓનો) ભાવિ પર્યાય છે. એ રીતે આપશ્રી અમારી સાથે અતિનિકટનો સંબંધ ધરાવો છો તથા સંકળ ચૈતન્ય ગણ સાથે આપશ્રીએ એ ભાવથી પૂર્ણ અભેદ સંબંધ બાંધ્યો છે.
- જ્યારે તે વિશ્વસ્વરૂપ ! મારે તો આપના એ પ્રેમને પાત્ર ચૈતન્યતત્ત્વની સાથે કઢંગો ભેદ-ભાવ ધારણ કરીને, અનાત્મભાવ-બહિરાત્મભાવના ભવરોગમાં સબડવું પડે
છે. હે કરુણાસિંધુ ! મને આ ભવસ્થિતિને વિષે આથી અધિક દુઃખ કયું હોઈ શકે ? | હે સર્વ ભાવાભાવ જીવાજીવેશ્વર !
સર્વજીવહિતચિંતનરૂપ મારો મૂળ સ્વભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી મારે દુઃખ...દુઃખ ને દુઃખ જ છે. જ્યાં સુધી હું ચૈતન્ય તત્ત્વના મારા પર થયેલ તથા થતા અનેક ઉપકારોના ઋણથી મુક્ત ન બનું, ત્યાં સુધી મારા માટે ભવની કેદ સર્જાયેલી જ છે.
હે પરમ વિશ્વબંધુ !
આપશ્રીની પરમ કરુણાના પ્રભાવે જ મને મારા ભાવરોગનું સત્ય-નિદાન જાણવા મળ્યું છે. હવે ફક્ત નિદાન જ નહિ ચાલે, પણ આપશ્રી એવો કંઈક ઉપચાર કરો કે જેથી હું આ “ભવદુઃખથી મુક્ત બની (કૃતકૃત્ય થઈને) સર્વ ચૈતન્યમુક્તિપ્રદાનના
ધર્મ-ચિંતન ૦ ૩૫૧