________________
ન્યું ભવદુઃખ ન લહું
શ્રી દલપતભાઈ શાહ “મેરે મન કિ તુમ સબ જાનો, ક્યા મુખ બહોત કહું? કહે જસવિજય કરો હું સાહિબ ! ક્યું “ભવદુઃખ ન લઉં... –જિન ! તેરે ચરણ કિ શરણ ગ્રહું...!” , પરમાત્મતત્ત્વનું શરણ સ્વીકારતાં પૂજય વાચકપ્રવર શ્રીયશોવિજયજી મહારાજ પ્રાર્થનાના અંતમાં કહે છે કે –“હે સ્વામી ! આપ કંઈક એવું કરો ! કે જેથી મને ‘ભવનું દુઃખ મળે નહિ.”
હે ! પરમ પ્રેમી પ્રભુ ! “ભવનું દુઃખ મને ન મળો.” એમ કહીને હું મારી જનમ જનમની સ્વાર્થ વૃત્તિને પોષી રહ્યો છું. એમ તો આપ નહિ કહોને...?''
હે સર્વયોગક્ષેમંકર નાથ ! હું તો એમ જ માગું છું કે મને ભવસ્થિતિ પરનો નિર્વેદ પ્રાપ્ત થાઓ અને એ “ભવસ્થિતિમાંથી મને મુક્ત કરો.. મુક્ત કરો ! હે આત્મશ્વર !
મારી આ આરઝુને ભલે કોઈ “સ્વાર્થ વૃત્તિમાં સંડોવે... પણ નાથ ! મારા મનની વાત તો આપ જ જાણો છો. હું મોઢે કેટલું કહું ? હે મુક્તમોચક જગન્નાથ !
આ દુઃખ “ભવસ્થિતિમાં ફક્ત મારે “જન્મ-મરણાદિના દુઃખ સહવાં પડે છે અને ચતુર્ગતિરૂપ ભવનમાં પરિભ્રમણ કરવું પડે છે. માત્ર એની જ મને ચિંતા નથી ! મને દુઃખ તો ખરેખર એ લાગ્યું છે કે “આ “ભવસ્થિતિ કેવી વિચિત્ર ! જેની અંદર અનાદિ કર્મમળથી ખરડાઈને, આ ચેતન પોતાના શુદ્ધ સહજ સ્વરૂપથી વિમુખ બનીને “અનાત્મભાવ'ના અંધાર માર્ગમાં જ અટવાયા કરે છે ! અરે ! વિશ્વ પર વિદ્યમાન અનંતગુણયુક્ત ચેતનતત્ત્વની વિરાધના અને કેવળ જડતત્ત્વની આરાધના કરવામાં જ ઇતિકર્તવ્ય સમજી રહેલ છે.
સર્વાત્મભાવનાં પરમ તેજ બક્ષો “બહિરાત્મભાવ' તણા ઘોર તિમિરભર્યા મુજ જીવન પંથ...નાથ !
હે મહાવૈદ્ય ! અનાદિશિદ્ધ ‘સહજમળ'ના ચેપીરોગ જ્યાં સુધી મારાથી વિખૂટા ન પડે, અને એથી અનાદિ સનાતનસિદ્ધ મારું સહજ આરોગ્ય-સહજાનંદ સ્વરૂપ-સહજ મુક્તિગમન યોગ્યત્વ યાને તથાભવ્યત્વભાવનો વિકાસ અથવા પૂર્વ ચૈતન્ય પ્રત્યેનો સહજ પ્રેમસ્વભાવ, પૂર્ણ મૈત્રીભાવ, પ્રગટ ન થાય ત્યાં સુધી હે મહા આરોગ્યનિધિ ! આપ જ કહો કે હું આપની પાસે આવી પ્રાર્થના ન કરું, અને...આવી અચિંત્ય વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપના ચરણની શરણ-ગ્રહણ ન કરું, તો બીજું મારા માટે કરવા યોગ્ય પણ શું
૩૫o • ધર્મ-ચિંતન