________________
ભગાડવા માટે અને હૃદયરૂપી કમળોને વિકસાવવા માટે પરમેષ્ઠિઓ માત્ર આલંબનરૂપ છે. તેમના નિમિત્ત માત્રથી તે કાર્ય આપોઆપ થઈ જાય છે. નમસ્કાર વડે સાધક આત્મા પરમેષ્ઠિ સાથે સંબંધ સાંધતો જાય છે, તે સંબંધરૂપ આલંબન સૂર્યની જેમ નિમિત્ત બનીને સાધકના આત્માની વિશુદ્ધિ કરે છે અને અશુદ્ધિને દૂર હઠાવે છે. વીતરાગના શાસનમાં પરમેષ્ઠિ નમસ્કારને ઘણું ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. બધી ક્રિયાઓમાં તે મુખ્ય સ્થાને છે. બધા શાસ્ત્રનું એ નવનીત છે. બધી ધર્મભાવનાનો તે જ મૂળ પ્રવાહ કહ્યો છે, એમાં આલંબન તરીકે સર્વ દેશ અને સર્વ કાળમાં સર્વ શ્રેષ્ઠ મહાપુરુષોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તે સર્વનું પરમોચ્ચ આલંબન પામીને સાધકનો આત્મા પાપવાસનાથી રહિત બની ધર્મ ભાવનાથી યુક્ત બને છે તે કારણે સર્વ મંગલોમાં તેને પહેલું મંગલ માન્યું છે. સર્વ મંગલોમાં તેને રાજાનું સ્થાન છે. બીજાં બધાં મંગલો તેના સેવકનું કામ કરે છે.
જૈન દર્શનમાં બાહ્ય (દ્રવ્ય) મંગલો સર્વથા અને સર્વદા મંગલરૂપ માનવામાં આવ્યા નથી. દહીં તે મંગલ છે પણ તાવવાળાને અમંગલ છે. અક્ષત એ મંગલ છે છતાં ભૂલથી ઉડીને આંખમાં પડે તો અપમંગલ બને છે. જ્યારે પરમેષ્ઠિ નમસ્કાર એ નિરૂપદ્રવ મંગલ છે. તેનો સંબંધ આંતરજગતની સાથે છે. તેથી જ તે એકાંતિક અને આત્યન્તિક છે. જ્યારે જ્યારે તેનો આશ્રય લેવામાં આવે ત્યારે ત્યારે તે અવશ્ય ફલદાયી બને જ છે. એ નમસ્કાર શુભ ભાવરૂપ છે તેથી અશુભ ભાવોનો નાશ થાય છે અને અધિક મંગલમય શુભ ભાવોને પ્રગટ કરે છે. મનુષ્યનો આત્મા એક દૃષ્ટિએ ભાવમય છે. પરમેષ્ઠિ નમસ્કાર વડે તે શુભ અને મંગલ ભાવમય બને છે અને અશુભ અમંગળ ભાવોને દૂર કરે છે અને પરિણામે આત્મા સદાને માટે સુખ-શાંતિ-સમાધિ-સદ્ગતિ અને મોક્ષનો ભાગી બને છે.
પ્રણિધાનપૂર્વક કરાયેલું કર્મ ઉત્કટ ફળને આપનારું થાય છે. પ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા, તન્મયતા, તે લાવવાનો ઉપાય ક્રિયામાં રસ પેદા કરવો તે છે અને રસ તે જ ક્રિયામાં ઉત્પન્ન થઈ શકે છે કે જે ક્રિયા કરવાથી કરનારને કોઈ વિશિષ્ટ લાભ થવાની સંભાવના હોય. પરમેષ્ઠિ નમસ્કારથી જીવને શો લાભ થાય છે અથવા કઈ વસ્તુના લાભ માટે પરમેષ્ઠિ નમસ્કાર કરવાનો છ એ જેટલું સ્પષ્ટ તેટલો નમસ્કાર ક્રિયામાં ૨સ અધિક પેદા થઈ શકે છે.
પ્રથમ અરિહંત પરમાત્માને નમસ્કાર કરવાથી જીવને માર્ગની પ્રાપ્તિ થાય છે માટે માર્ગના અભિલાષીએ અરિહંતને નમસ્કાર કરવો જોઈએ. અહીં માર્ગ એટલે ભાવ માર્ગ. અર્થાત્ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ જાણવો. અરિહંત નમસ્કાર વડે રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે એ જ નિશ્ચયથી રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગ છે. અરિહંત
૩૪૪ ૦ ધર્મ-ચિંતન