________________
શ્રીનમસ્કારના તેજવર્તુલની નજીક તો શું પણ તેજવર્તુલથી લાખો યોજન દૂર બિચારો કાર્મિક- અણુ (out law) ખૂની ગુન્હેગારની જેમ નાસતો, સંતાતો ફરે છે. જ્યારે ચિત્ત શ્રીનમસ્કારની વજ્રમય ધાતુ સાથે વારંવાર અથડાય છે, ત્યારે ચિત્તમાં એ મહામંત્રનું વજ્રમય તેજવર્તુલ રચાય છે. એ પોલાદી તત્ત્વ પાસે કર્મના અણુઓની સમગ્ર તાકાત કોઈ પ્રલય તાંડવ કરતાં શિવના ચરણ નીચે ચગદાતા મગફળીના ફોતરા જેવી છે. તેજસ્વી માતૃકાઓ
શ્રીનમસ્કાર મહામંત્રની માતૃકાઓનું ગણિત એવી રીતે રચાયેલું છે કે જેથી સાધકનું ચિત્ત જાપમાંથી ધ્યાનમાં, ધ્યાનમાંથી લયમાં, લયમાંથી સમાધિમાં અને સમાધિમાંથી પ્રજ્ઞામાં Recket Speed દેવગતિથી જાય. આ માતૃકાની રચનામાં કોઈ એવું Mystical Force ગૂઢતમ બળ છે કે જે દ્વારા ધ્યાનપ્રવાહનું ઉર્ધીકરણ સહજ માત્રમાં થાય છે. એ મંત્રાક્ષરોની ગોઠવણીમાં એક કળાત્મક, ગણિતાત્મક અને વિજ્ઞાનાત્મક એવી Design રચના છે, જે અલ્પપ્રયત્ને મંત્રસિદ્ધિ લાવી દે છે. કોઈ મંત્ર ન લાવી દે તેટલી અધિક પરિણામ વિશુદ્ધિ જાપ દ્વારા અલ્પપ્રયત્ને આ મંત્ર લાવી દે છે, તેથી તે મંત્રાધિરાજ છે. ખૂની અને ચોરો પણ આ નમસ્કાર મહામંત્રની અપૂર્વ તેજસ્વી માતૃકાઓના શ્રવણ માત્રથી પાપથોકનો પ્રલય કરી શક્યા છે.
શ્રવણ કરતાં ઉચ્ચારણ, ઉચ્ચારણ કરતાં રટણ, રટણ કરતાં સહજધ્વનિનું સહજસ્ફુરણ અને સહજસ્ફુરણ કરતાંય એકાકાર તાદાત્મ્ય ભર્યું વિલપન, અને વિલપન પછી એ એકાંતિક માતૃકામાં ચિત્તનું સર્વથા શૂન્યીકરણ, આ બધાનો લહાવો ઉત્તરોત્તર
ચઢીયાતો છે.
શુદ્ધીકરણની પ્રક્રિયા
શ્રીનમસ્કાર જાપ દ્વારા સુખ-દુઃખની મૂળભૂત કલ્પના જે આપણી વર્તમાન પરિસ્થિતનું એક માત્ર કારણ છે, ત્યાં શુદ્ધીકરણનો પ્રવાહ શરૂ થાય છે. સુખ-દુઃખની કલ્પનામાં મૂળભૂત પરિવર્તન શ્રીનમસ્કાર જાપ દ્વારા થાય છે. શ્રીનમસ્કાર જાપનો એ શ્રેષ્ઠ ચમત્કાર છે કે ત્યાં દુ:ખ દુઃખ લાગતું નથી–દુ:ખ દુઃખરૂપ રહેતું નથી. જીવનસંગ્રામની સૌથી કટોકટીની પળે પણ શ્રીનમસ્કારના સાધકને એમ લાગે છે કે આ દુ:ખ જ મારું સુખ છે, કારણ કે સંસાર પ્રત્યેથી નિર્વાણપુરીમાં જવાનું આકર્ષણ જ આ દુઃખ છે. જો આ દુઃખ ન હોત તો સંસારના કાદવમાં ઘોરતા પાડા જેવો હું મારા શરીરના વજનને જ મારા સ્વર્ગનો દેવવૈભવ માનત—આ દુઃખથી જ નિર્વાણપુરીની જરૂરિયાત ઊભી થાય છે, મુક્તિનું આકર્ષણ તેમાંથી જ જન્મે છે. દુઃખ જે પદાર્થનું બનેલું છે, તે જ પદાર્થનું સુખ બન્યું છે. તે પદાર્થ છે કર્મના અણુઓ-કર્મના અણુઓના જ બે ‘અગ્ર અને પૃષ્ઠ’ ભાગ છે, ‘સુખ અને દુ:ખ.’—જ્યાં અગ્રભાગ જાય છે, ત્યાં પૃષ્ઠ ધર્મ-ચિંતન ૦ ૩૧૧