________________
કરવી જોઈએ. એ મંગળનું સ્વરૂપ શું છે? તેનો આદિ, મધ્ય અને અંત શું છે? તેના પ્રાગટ્યની પ્રાથમિક શરતો શું છે ? તે મંગળમાં ગોઠવાયેલ (Chain reaction) શૃંખલાબદ્ધ પરિણામ પરંપરા શું છે ? તે મંગળને “ઉત્કૃષ્ટ' વિશેષણનો શિરપાવ શાથી મળે છે ? તે મંગળના સમગ્રબળનું માપ શું છે ? મારા ચાલુ જીવનની આ સામાન્ય ક્ષણથી માંડીને તે સિદ્ધિશિલા પરના સર્વોત્કૃષ્ટ વિજયમાલા સુધીની કૃતાર્થક્ષણ સુધી– નવકારનું એ ઉત્કૃષ્ટ મહામંગળ “અભયકવચનું કેવું વજમય બદ્ધર” મારી આસપાસ રચે છે ? ભય, ચિંતા અને શોષણરૂપી સંસાર દાવાનળના ભડકામાંથી તે કેવી “અખંડિત પ્રસન્નતાની “ધ્યાન પ્રતિમાનું અમર સર્જન કરે છે ? આવી બધી એ ઉત્કૃષ્ટ મહામંગળની પ્રતીતિ પ્રયોગોદ્વારા અને માત્ર જાપના પ્રયોગોદ્વારા સાધકે કરવી જોઈએ. પરંપરાગત શ્રદ્ધાથી આપણે જાણીએ છીએ કે પંચનમસ્કાર ઉત્કૃષ્ટ મંગળ છે. હવે પ્રયોગાત્મક પ્રતીતિથી એ ઉત્કૃષ્ટ મહામંગળનું માપ કાઢવું છે. તેનું વજન કરવું છે અને ઘોષણા કરવી છે કે, “આ હું કરું છું.... કારણ કે પ્રયોગોદ્વારા મેં તે સિદ્ધ કર્યું છે, મેં તે અનુભવ્યું છે, મને તેની પ્રતીતિ થઈ છે.
મહામંત્રની તાકાત આજે જે વિશ્વની અંદર આપણે ઉઠીએ છીએ, બેસીએ છીએ અને ચાલીએ છીએ તથા આપણા શ્વાસોચ્છવાસનું આદાનપ્રદાન કરીએ છીએ, તે સઘળું જ વિશ્વ કર્મના અણુઓની અદ્ભુત કરામતમાંથી પેદા થયેલું છે, ચક્રવર્તી, વાસુદેવ કે પ્રતિવાસુદેવ એટલો મોટો બળવાન કેમ ન હોય કે પત્થરના પર્વતને પાટુ મારતાં તે ત્યાં જળધોધની ધારા વહેતી કરી શકતો હોય પણ તે આખર તો નાના અને અતિસૂક્ષ્મ એવા ભીષણ કર્મના અણુઓની પાશવી તાકાતની તુચ્છ પેદાશ છે. એવું આ વિશ્વમાં કશું જ નથી કે જેમાં કર્મના અણુઓની વિપાકશક્તિએ તેની મૃત્યુછાયાનો કરુણરસ ન ઢોળ્યો હોય, નિગોદથી Torture Chamber શેતાનખાનાથી માંડીને તે અનુત્તર વિમાનવાસીદેવની તત્ત્વવિલાસી કાયામાં, સર્વત્ર આ કર્મના અણુઓની વિકૃત છાયા વિસ્તરે છે. આ દુનિયામાં સિદ્ધશિલા સિવાય એવી કોઈ જગ્યા નથી કે જયાંનો પ્રત્યેક પદાર્થ આ કર્મના અણુઓની વિકૃતિથી ન ખરડાયો હોય. માત્ર એક નવકાર મંત્ર જ એવો છે કે જે સિદ્ધશિલા જેટલો જ કર્મના અણુઓની ભ્રષ્ટ છાયાની વિકૃત અસરોથી સર્વાશે મુક્ત છે, તેથી તે બીજી સિદ્ધશિલા ગણી શકાય, લોકાગ્રે રહેલ સિદ્ધશિલાએ તો જ્યારે પહોંચશું ત્યારે ખરા, અને તે સમયે કર્મના અણુઓની વજમય બંધન પીડાથી મુક્ત થઈશું ત્યારે ખરા, પણ શ્રીનમસ્કાર એક સિદ્ધશિલા છે જે સાક્ષાત્ આ સંસારલોકના દાવાનલની વચ્ચે વિદ્યમાન છે. જ્યાં જઈને જ્ઞાન આનંદમાં લય થવા ઇચ્છે તો દરેકને અલ્પપ્રયત્ન સાધ્ય છે. શ્રીનમસ્કાર સિદ્ધશિલાની ધાતુનો બનેલો છે. તે કોઈક એવી ધાતુનો બનેલો છે, જે કર્મના અણુઓથી વધુ મજબૂત, વધુ નક્કર અને વધુ પ્રતાપી છે.
૩૧૦ • ધર્મ-ચિંતન