________________
એ પૂર્વસંચિત કર્મોના પુંજના પુંજને બાળી નાખનાર એમાં કોઈ સંદેહ નથી. સંદેહ એ જીવનો કટ્ટર શત્રુ છે. અગ્નિ બાળે છે, પાણી ઠારે છે, એ વસ્તુનો સ્વભાવ છે. એમાં કોઈ તર્ક માંગતું નથી, કેમ કે તે સર્વના અનુભવનો વિષય છે. તેવી જ રીતે પ્રભુનું નામ, પ્રભુની સ્થાપના, પ્રભુનું દ્રવ્ય અને પ્રભુનો ભાવ એ ભવરૂપી સીતને હરે છે, કષાયરૂપી દાવાનળને શમાવે છે, વિષયની તૃષાને છીપાવે છે, કર્મરૂપી મેલને વે છે. એ સર્વ સત્પુરુષોને સ્વસંવેદનથી, અનુભવથી સિદ્ધ થયેલી ચીજ છે. તેથી તેમાં તર્કનો આશ્રય ન લેતાં વસ્તુસ્વભાવની શ્રદ્ધાને મુખ્ય બનાવવી ઉચિત છે, એથી સાધના સહજ બને છે.
પ્રથમપદ એ નવપદોનું નવનીત છે. જેમ સમગ્ર નવકાર એ દ્વાદશાંગીનો સાર છે, તેમ પ્રથમપદ ‘નમો અરિહંતાĪ' એ દ્વાદશાંગીના સારનો પણ સાર છે, તેનું કારણ અરિહંતો એ પંચપરમેષ્ટિમય છે. અરિહંતો ભાવથી અરિહંત છે, દ્રવ્યથી સિદ્ધ છે, . ગણધરોના આચાર્ય છે, તેમને ત્રિપદી આપવાથી ઉપાધ્યાય છે અને સર્વોત્તમ સાધુપણું સાધવાથી સાધુ છે. તેથી અરિહંતના નમસ્કારમાં પાંચે નમસ્કાર આવી જાય છે. પાંચેને નમસ્કારથી સર્વ વિઘ્નોનો નાશ થાય છે. સર્વ મંગળોનું આગમન થાય છે. સર્વ સિદ્ધિઓનું આહ્વાન થાય છે. સર્વ પુરુષાર્થોનું આમંત્રણ થાય છે.
પાયો અંદરથી જરાક આઘો-પાછો થાય છે, તેની ગંભીર અસર આખા મકાનને પહોંચે છે, તેમ ચિત્તનો પરિણામ વિષય-કષાયથી વાસિત થાય છે તેની માઠી અસર સમગ્ર જીવનતંત્રને પહોંચે છે અને અંદરનું પવિત્ર વાતાવરણ ડહોળાવા માંડે છે. એ ડહોળાણને ટાળવા તેમ જ શુદ્ધિને વધારવા શ્રીનવકારમાં પોતાની સમગ્રતાને ગોઠવવારૂપ સાધના નિતાંત આવશ્યક છે.
૩૦૮ ૦ ધર્મ-ચિંતન