________________
કાર્યકારણનો નિયમ આમાં કોઈ ભૌતિક ચમત્કારોની વાતો નથી. શ્રીનમસ્કાર મંત્ર ઇચ્છાને તૃપ્ત - કરતો નથી પણ ઇચ્છાનો અભાવ લાવી દે છે અને એ રીતે ઇચ્છા તૃપ્તિ કરતાંય જે મોટું સુખ છે, તે ઇચ્છા નિવારણનું સુખ આપણને અનુભવવામાં મદદ કરે છે. ઇચ્છાઓ શાંત થાય છે ત્યારે એક અદ્વિતીય શાંતરસનો સ્વાદ અનુભવવા મળે છે અને એ રીતે અતીન્દ્રિય તૃપ્તિ થાય છે. ભૌતિક ચમત્કારો તો એનાથી થાય જ છે. પણ તેમાં શ્રીનમસ્કારનું ખરું માહાત્મ નથી. નિગોદમાંથી સિદ્ધ બનાવનાર એક રસાયણ વિદ્યા તેમાં છે. એથી જ તેની મંત્રશક્તિ અજોડ છે. મંત્રાધિરાજ આપણી પ્રત્યેક ઇચ્છાની તૃપ્તિ ન કરતાં ઇચ્છાની નિવૃત્તિ કરે છે અને એ ઇચ્છાની નિવૃત્તિ દ્વારા ઇચ્છતૃપ્તિનું સુખ આપે છે. સંસારમાં જે કાંઈ સુખ છે, મંગળ છે અને શુભ છે, તે સર્વ કાંઈ સંયુક્ત પ્રવાહરૂપે શ્રીનમસ્કારના જાપમાંથી સાધકને આવી મળતું હોય છે. ઉપા. શ્રીયશોવિજયજીએ લખ્યું છે કે તૃષ્ણાનો કાળો નાગ અને દીનતાનો વીંછી આપણને સતત ડંખે છે. સંસારના આ ઝેરી ડંખો કરનાર તૃષ્ણાના કાળા નાગ અને દીનતાના વિછીને પરાભૂત કરે તેવી અમૃતમય તેજધારા આ મંત્રાધિરાજના એક એક અક્ષરમાંથી નાયગરાના ધોધની જેમ વહેતી હોય છે. જો છ મહિનાના જાપ પછી આ અમૃતમય તેજધારાનો પરિચય ન થાય તો માનવું કે સાધકે માત્ર જાપમાં ઝોકા જ ખાધા છે, માત્ર આળસ અને ઉંઘ જ સેવી છે, તેનો વ્યક્તિગત છંદ Individual Rhythm) હજુ પરિપકવ થયો નથી. શ્રીનવકાર ગણે અને ભાવઆરોગ્યની લાલી ના પ્રગટે એ વસ્તુ મનાય તેમ નથી, જેમ કે કુબેરપતિના બાળકને કેડમાં સોનાનો કંદોરો ન હોય તે મનાય નહિ તેમ અથવા તો જેમ દીવાસળી બાકસ ઉપર ઘસીએ અને અગ્નિ પ્રગટ ન થાય કે પથરો બારી ઉપર નાખીએ અને કાચ ન ફુટે એ બધું મનાય તેમ નથી. કાર્ય-કારણનો | નિયમ સર્વત્ર વર્તે છે તે રીતે શ્રીનવકાર અને ભાવસંપત્તિની ખુમારી કે ભાવઆરોગ્યની લાલી સાથે કાર્યકરણનો સંબંધ છે.
ભુવનમોહિની ખુબો શ્રીનમસ્કારમાંથી એક ભુવનમનમોહિની ખુબો ફેલાય છે, જે સાધકના જીવનમાં પ્રસરે છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણી ચારે બાજુ છે. આ દુનિયામાં જે કાંઈ સત્ય, શિવ અને સુંદર છે, જે કાંઈ પ્રશંસા કરવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, જે કાંઈ પણ સુખના, શક્તિના અને સમૃદ્ધિના અંશો વેરાયેલા છે, ટુંકમાં જે કાંઈ પણ શુભતત્ત્વ થોડુંઘણું જોવા મળે છે, તે સર્વ શ્રીનમસ્કાર મહામંત્રના એક એક અક્ષરમાંથી પ્રગટેલ વિદ્યુત આંદોલનની અસરરૂપ છે. એમ જ માનવું રહ્યું કે કોઈને કોઈકે ક્યારેકને કયારેક આ મહામંત્રનું આલંબન લીધું છે અને તેના ફળ સ્વરૂપે જ દુ:ખમય સંસારમાં પણ શુભ, મંગળ
ધર્મ-ચિંતન • ૩૧૭