________________
અને સુંદર જે કાંઈ દેખાય છે, તે હયાત છે. અનાદિકાળના આ સમગ્ર વિશ્વમાંથી શ્રીનમસ્કાર મહામંત્ર અને તેની થયેલી આરાધના જો બાદ કરીએ તો માત્ર નરક અને નિગોદના દુઃખો જ રહે. બીજા શબ્દોમાં કહીએ તો નરક અને નિગોદ સિવાય જે કાંઈ અલ્પ મહદ અંશે જીવની વિકાસયાત્રા દેખાય છે, તે સઘળી શ્રીનમસ્કારની મંત્રશક્તિનો પ્રગટ-અપ્રગટ પ્રભાવ છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
પંચપરમેષ્ઠિનો સાક્ષાત્ પ્રભાવ જો આપણે ન લઈએ તો પણ એ નમસ્કાર મંત્રનું શાબ્દિક બંધારણ, મંત્રાક્ષરોની આકૃતિઓ, તેમાં રહેલા આશ્રાવ્ય ધ્વનિનું ગણિત, તેની રાસાયણિક પ્રક્રિયા, તેમાં રહેલ દિવ્ય રંગો અને આ બધી શ્રીનમસ્કાર મંત્રની ધૂળ બાજુ પણ એટલી તો પ્રચંડ શક્તિ ધરાવે છે કે સાધક આધિ, વ્યાધિ અને ઉપાધિ રહિત બની સમાધિ તરફ વળે છે–મહામંગલ મુક્તિ તરફ જવાના પુણ્ય અવસરો પણ તેને મળતા જ રહે છે.
-
પાપપુણ્યનું ગણિત જીવનમાં પાપ અને પુણ્યનું ગણિત મુખ્યપણે કાર્ય કરી રહ્યું છે. જીવનમાં જે દુઃખ અને વેદના દેખાય છે, પ્રતિપળ ભય અને ચિંતા અનુભવાય છે અને મનુષ્ય જે પ્રમાણે નિરાધારપણું અને ત્રાસ અનુભવે છે, તેનો સ્થૂળ અને સૂક્ષ્મ આધાર, તેના હૃદયમાં બાઝેલ પાપના થરો છે. જીવ દ્રવ્યનું પાપ જ જાણે કે વ્યક્ત સ્વરૂપે ચિંતાભયાદિ બનીને જીવનમાં રજૂ થાય છે. જો તેના જીવનમાં પુણ્યનું પ્રમાણ વિશેષ હોય છે, તો સર્વ તેના થઈને રહે છે અને તે સર્વનો થઈને રહે છે અને તે બોલે તે ઝીલવા પ્રકૃતિ પણ તેનો કાર્યક્રમ બદલે છે. આ રીતે પાપ અને પુણ્યના અદશ્ય પ્રભાવથી જીવનની વ્યવસ્થા ચાલી રહી છે. કમનશીબી તો એ છે કે દુઃખ આવે છે ત્યારે મનુષ્યને પાપ યાદ નથી આવતું પણ સમાજ વ્યવસ્થા, રાજકીય બંધારણ, વિશ્વના આર્થિક પ્રવાહો, કે કળિયુગની કઠિનાઈ યાદ આવે છે.
જો મનુષ્ય સુખી થવું હોય તો પાપનો ક્ષય કરવો પડશે અને પુણ્યનો સંચય કરવો પડશે. પાપ અને પુણ્યને જ્યાં સુધી ઓળંગી જવાની તાકાત ન આવે ત્યાં લગી પાપ અને પુણ્યના આ ગણિતને સ્વીકાર્યા વિના છૂટકો નથી. પુણ્યનો આપણે એટલો બધો સંચય કરવો પડશે કે આ સંચિત પુણ્ય જ આપોઆપ સ્વયં અન્ય પુણ્યને ઉત્પન્ન કરતું રહે. જેમ પૈસો પૈસાને ખેંચે તેમ પુણ્ય પુણ્યને ખેંચે. આ પરિસ્થિતિને શાસ્ત્રમાં પુન્યાનુબંધી પુણ્ય કહ્યું છે.
આધ્યાત્મિક યંત્ર શું આવું કોઈ આધ્યાત્મિક યંત્ર છે (spiritual machinery) કે જે સમગ્ર પાપના સર્વથા ચૂરેચૂરા કરી દે અને પુણ્યનો વિરાટ ધોધ અખંડપણે વહેવડાવે ? સર્વ તીર્થકર
૩૧૮• ધર્મ-ચિંતન