________________
આહાર અનીતિની કમાઈના દ્રવ્યોમાંથી બનેલો છે,” એવી સ્પષ્ટ ખ્યાલ ભાગ્યે જ આવે, તે બાબતની પૂરતી કાળજી આહાર વહોરાવનારા પુણ્યશાળીઓને જ રહેવી જોઈએ.
એક ધર્માત્માના પવિત્ર પરિણામને ઝાંખપ લાગે, અંતરાય નડે એવું કશું ભક્તિ માટે થઈ જાય અથવા કરવું પડે તે ઉપકાર ઉપર અપકાર કરવા સમાન છે. તારકજહાજમાં કાણું પાડવા સમાન છે. દર્શન કરાવનારા દર્પણને શાહી છાંટવા સમાન છે.
દેવાધિદેવના ત્રિભુવનતારકશાસનને પામેલા પુણ્યશાળીઓ મારી આ અરજને જરૂર લક્ષ્યમાં લેશે એવી શ્રદ્ધા છે.
સુખ પ્રાપ્તિનું સાધન શ્રી સિદ્ધ ભગવંતોમાં સ્વ-પર બાધા નિવારક શક્તિના કારણે સદા સુખ પ્રવર્તે છે અને તે વસ્તુનો સર્વથા અભાવ હોવાથી નિગોદમાં સદા દુઃખ વર્તે છે.
નિગોદમાં સ્વ-પર ઘાત પ્રવૃત્તિ નથી. તો પણ સ્વ-પર બાધા નિવારક શક્તિનો પ્રાદુર્ભાવ કરવામાં જે પુરુષાર્થ જોઈએ, તેનો અભાવ અને પ્રમાદ વર્તે છે. તેથી તેઓને દુઃખનો મહા દંડ ભોગવવો પડે છે, એમ અનુમાન થાય છે.
કોઈ પણ કાર્ય કારણ વિના થતું નથી. દરેક બાબત વિશ્વના કાર્યકારણના વિધાનને અનુસરતી હોવી જોઈએ.
નિગોદના જીવો સ્વ-પર ઘાત કરતા નથી, તેમ સ્વ-પર બાધા નિવારક પ્રવૃત્તિ પણ કરતા નથી. સ્વ-પર બાધા નિવારક શક્તિનો વિકાસ એ જ સુખ પ્રાપ્તિનું સાધન છે. તેનું જ બીજું નામ પરોપકાર અથવા વિશ્વમૈત્રી ભાવ છે. માટે જીવરાશિના ઉત્થાનમાં મરજીયાત કે ફરજીયાત પરોપકાર વૃત્તિ અનિવાર્ય છે.
'પરોપકારનું કાર્ય તિર્યંચમાં દબાવથી છે, માનવમાં ભાવથી છે, સિદ્ધોમાં સ્વભાવથી છે, તેથી ઉત્તરોત્તર સુખની માત્રા અધિક છે. તિર્યંચ કરતાં મનુષ્યમાં, મનુષ્ય કરતાં સિદ્ધમાં એ માત્રા વધતી જાય છે.
પરોપકાર ગુણ જ એવો છે કે તે સ્વ-પરને શાતાપ્રદ નીવડે છે. પરની બાધાનું નિવારણ કરવારૂપ પુરુષાર્થ સ્વ વિકાસમાં બાધક દોષનું નિવારણ કરે છે.
સુખ એ પરોપકારનું પ્રગટ સ્વરૂપ છે અને પરોપકાર જ્યારે સ્વભાવભૂત બને છે, ત્યારે જીવ સુખ, સ્વભાવિ, શિવ બને છે.
ધર્મ-ચિંતન ૩૨૧