________________
એક અરજ
શાસનસેવક
ધર્મનો લાભ એ સર્વશ્રેષ્ઠ લાભ છે.
એવા લાભને પાત્ર બનવું એ ઓછા પુણ્યની વાત નથી.
એવો લાભ આપનારા પરમ-પૂજ્ય ભગવંતોના પાત્રાને, અનીતિની કમાઈના દ્રવ્યમાંથી બનાવેલા આહાર વડે કોઈ કદીએ ન અભડાવે એવી પુણ્યાત્માઓને મારી નમ્ર અરજ છે.
પત્થરનો ઘા કિંમતી રત્નને તોડી નાખે છે, તેમ અનીતિના અશુભ પટવાળો આહાર ધર્મધ્યાનની વિમળધારાને છિન્નભિન્ન કરી નાખે છે. જાણે કે પાણીના પ્રવાહમાં મોટો પથરો પડ્યો.
સકળ વિશ્વની અણમોલ થાપણ સરખા સાધુ ભગવંતોની સંયમયાત્રાને સહેજ પણ અંતરાય પહોંચે એવું અયોગ્ય વર્તન કરવું તે અસાધારણ અપરાધ છે.
જીવનભરના સામાયિકને વરેલા ૫૨મ-પૂજય ભગવંતોની ભક્તિ આપણે દેવાધિદેવ શ્રીતીર્થંકર પરમાત્માની આજ્ઞા અનુસાર કરવી જોઈએ.
ભક્તિની પાછળ હેતુ કર્મોની શક્તિને તોડવાનો રહેવો જોઈએ. આત્માની શક્તિને બહાર લાવવાનો રહેવો જોઈએ.
ઘર-આંગણે પધારીને ધર્મનો લાભ આપે, ઘરના વાતાવરણમાં અધ્યાત્મની અલૌકિક અસર ફેલાવતા જાય, એવા ૫૨મ પૂજ્ય ભગવંતોની સંયમયાત્રા અધિક નિર્વિઘ્ને તેમ જ સુખપૂર્વક ચાલતી રહે તે બાબતમાં સહેજ પણ ઉપેક્ષા સેવવી તે દેવાધિદેવની આજ્ઞાનો અનાદર છે, વિશ્વના સકળ જીવોના હિતની ઉપેક્ષા છે.
આત્મા વડે આત્મામાં સ્થિર રહેવું એ કેટલું કઠીન છે, એ બે-ઘડીના એક સામાયિકમાં રહેનારા પુણ્યાત્માને સારી રીતે સમજાય છે. એ સામાયિકને પણ અંદર પડેલા અનાજના પ્રત્યેક કણ તેમ જ તેની સાથે સંબંધ ધરાવતા મનની શુભાશુભ અસરો પહોંચતી હોય છે.
ઝવેરાત તોળવાના કાંટા કરતાં અધિક કાળજી મનની શુદ્ધિની રખાય, એ શુદ્ધિના ઘડતરમાં પાયાનો ભાગ ભજવનારા આહારની રખાય એ આહાર માટેનાં દ્રવ્યોની રખાય એ દ્રવ્યોને ખરીદવાના પૈસાની રખાય તે આજના વિષમકાળમાં સ્વ તેમ જ પરના હિત માટે ખૂબ-ખૂબ જરૂરી સમજાય છે.
બેતાલીસ દોષ રહિત ગોચરી વહોરનારા પરમ પૂજ્ય ભગવંતોને પણ ‘આ ૩૨૦ ૦ ધર્મ-ચિંતન