________________
ભાગ હાજર જ હોય છે. આથી દુઃખમુક્તિ માટે સુખમુક્તિનો ઉપાય તે શોધે છે. , સંસારસુખમાંથી મુક્ત થવાય તો જ સંસારદુઃખમાંથી મુક્ત થવાય. આ પરિસ્થિતિમાંથી એક ભીષણ જરૂરિયાત ઊભી થાય છે એવા સ્થાનની કે જ્યાં સંસારના ક્ષણિક સુખ કે ક્ષણિક દુઃખ જ ન હોય, આ રીતે ચેતનનું મુખ સિદ્ધશિલા પ્રત્યે થાય છે. શ્રીનમસ્કાર મહામંત્ર સુખ-દુ:ખની મૂળભૂત કલ્પનાઓ જે અનાદિકાળથી આપણામાં એક રોગગ્રન્થીરૂપે હતી, તે તોડીને એક નવું આનંદપૂર્ણ સ્થાન બતાવે છે, જેને આપણે સિદ્ધશિલા કહીએ છીએ. આ રીતે શ્રીનમસ્કારની પુણ્યકક્ષિમાંથી ચેતના શ્રીસિદ્ધશિલાનો જન્મ અનુભવે છે.
અનુભવાત્મક સત્ય શ્રીનમસ્કારના જાપમાં જે ડૂબે છે, તે સત્યને જાણવા અને જોવાની ભૂમિકા વટાવી અનુભવની ભૂમિકા પર આવે છે. સત્યને માત્ર જોવું અને જાણવું પૂરતું નથી. . અનુભવવું જરૂરી છે, અનિવાર્ય છે. જ્યાં સુધી સત્ય અનુભવાતું નથી, ત્યાં સુધી તે આપણું થતું નથી, માત્ર શાસ્ત્રોનું રહે છે. શાસ્ત્રના શિખરેથી સત્યોનો ગંગાપ્રવાહ આપણી જટામાં ઉતારવો પડશે, આપણા જીવનમાં અનુભવવો પડશે. જેટલો અનુભવ તેટલું જ્ઞાનનું ઊંડાણ. સંસાર દુઃખરૂપ છે અને માત્ર મોક્ષમાં પરમસુખ છે. આ સત્ય ન જાણે કેટલી વાર આપણે જોઈએ છીએ, જાણીએ છીએ, લખીએ છીએ, બોલીએ છીએ, પુસ્તકોમાં વાંચીએ છીએ, ઉપદેશોમાં અને ભાષણોમાં સાંભળીએ છીએ પણ તે સત્ય આપણે અનુભવ્યું નથી. શું સંસાર દુઃખરૂપ આપણે અનુભવ્યો છે ? મોક્ષ પરમ સુખરૂપ છે, તે આપણે અનુભવ્યું છે ? સંસાર દુઃખરૂપ નથી લાગતો તેનો અર્થ એ નથી કે આપણે સંસારમાં દુઃખો જોયાં જ નથી. ક્ષણે ક્ષણે અને નિરંતર દુઃખરૂપ વીંછીના ઝેરી ડખો લાગ્યા જ કરે છે, છતાં સંસાર દુઃખરૂપ કેમ લાગતો નથી ? એવું થઈ ગયું છે કે જાણે સત્ય બુદ્ધિમાંથી હૃદયમાં જે માર્ગે જાય છે, તે આખો રસ્તો Block up બંધ થઈ ગયો છે, માત્ર જાપદ્વારા તે ખુલે અને જાપ કરવો તો અન્ય મંત્રોના કરતાં મંત્રાધિરાજ શ્રીનમસ્કાર મહામંત્રનો જ કેમ ન કરવો ? શ્રીનમસ્કાર મહામંત્ર “અભયનું વચન આ દૃષ્ટિએ પણ હોઈ શકે કે દુઃખ દુઃખરૂપ છે તે દઢ સંસ્કાર બાળી નાંખે છે. દુઃખ પણ સુખરૂપ છે. દુઃખનું સુખમાં રૂપાંતર કરનાર ‘વિજળી કારખાનું શ્રીનમસ્કાર મહામંત્ર છે. દુઃખ દુઃખરૂપ નથી પણ સુખરૂપ છે, એમ જે માને, તેને ભય શાનો ? સાતે ભય તેને રહેતા નથી, માણસને ભય માત્ર દુઃખનો છે. દુઃખ જ્યાં તેનું દુઃખપણું જ ગુમાવી દે છે, તેવું શબ્દોનું Word chemistry મહા રાસાયણિક દ્રવ્ય શ્રીનમસ્કારની માત્ર સ્કૂલ માતૃકાઓમાં છે. આ અર્થમાં દુનિયાભરના ચમત્કારો ભેગા કરો તોય સામાન્ય હકીકત. લાગે તેવો મહાચમત્કાર શ્રી નમસ્કાર મહામંત્રનો છે. ક્રૂર અને કડવામાં કડવું દુઃખ પણ
૩૨ધર્મ-ચિંતન