________________
ચારિત્ર્ય અને તપની પ્રતિષ્ઠા છે. આ ચાર ધર્મચક્રનાં પ્રધાન સાધન છે.
અજીવ તત્ત્વની સાથેના અનાદિસંબંધનો વિચ્છેદ કરવા માટે તેમ જ જીવ તત્ત્વના અનંતસંબંધનો સાક્ષાત્કાર કરવા માટે શ્રીસિદ્ધભગવંતનો આધાર જ ધર્મચક્રનો પ્રથમ આરો છે, પાપ તત્ત્વની સાથેના અનાદિ સંબંધને તોડવા માટે પુછ્યતત્ત્વના પ્રકૃષ્ટ પ્રતીક શ્રીઅરિહંત પરમાત્માનો ઉપકાર એ ધર્મચક્રનો બીજો આરો છે. અનાદિ આસવને રોકીને નિત્યસંવરમાં પ્રતિષ્ઠિત થવા માટે આચાર્ય ભગવંતનો આચાર એ ત્રીજો આરો છે. અનાદિબંધનો છેદ કરીને નિત્ય નિર્જરામાં રહેવા માટે ઉપાધ્યાયનો વિચાર એ ધર્મચક્રનો ચોથો આરો છે. એ રીતે મોક્ષરૂપ ધ્યેય તત્ત્વની પ્રાપ્તિ માટે સાધુત્વનો સંસ્કાર એ ધર્મચક્રનો પાંચનો આરો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના ચાર ખૂણામાં જે ચાર ઉજ્જવળ વર્ણના આરાઓ છે, તે જ ધર્મચક્રનો તીક્ષ્ણ ભાગ છે કે જે કર્મચક્રનો ભંગ કરીને સંસારચક્રને સિદ્ધચક્ર બનાવી દે છે.
‘સ્મૃતેન યેન પાપોઽપ, નન્તુ: સ્થાન્નિયતં સુરઃ । परमेष्ठिनमस्कार - मन्त्रं तं स्मर मानसे' ॥५९॥
(શ્રી ઉત્તરાધ્યયન-૯) ભાવાર્થ :- જેના સ્મરણ માત્રથી પાપી એવો પણ પ્રાણી નિશ્ચિતપણે દેવગતિ પામે છે, તે પરમેષ્ઠિ નમસ્કારમંત્રને આપ મનમાં સ્મરો રટણ કરો.
', +
ધર્મ-ચિંતન ૦ ૨૯૯