________________
મોક્ષમાં પહોંચાડવાની ઉમદા ભાવના છે. ભગવંતના જ્ઞાન, દર્શન, ચારિત્રથી ઉપકાર થાય છે, તે તો છે જ. ઉપરાંત તેમની આપણને મોક્ષે પહોંચાડવાની ઉમદા ભાવનાથી મહાન ઉપકાર થઈ રહ્યો છે. અનંત સિદ્ધ થયા તે તેમની આ ઉમદા ભાવનાથી જ થયા છે.
(૨૧) શ્રીઅરિહંત પ્રભુના નામ સ્મરણથી વિદન આવતાં નથી. જેનું નામ સ્મરણ પણ વિઘ્નોનો નાશ કરે, તેમનો પ્રભાવ કેટલો ? તેમની કરુણા કેટલી? તેમનો સ્વભાવ કેવો ? નામ સ્મરણ કરવા છતાં કદાચ વિઘ્ન આવે તો સમજવું કે ઘણાં વિનો આવવાનાં હતાં, તે અટક્યા છે, વસ્તુને જો યોગ્ય અર્થમાં ઘટાવાય, તો અશ્રદ્ધા થતી નથી અને પ્રયત્ન કરવામાં ઉદ્વેગ આવતો નથી. બધાં કાર્યોની સિદ્ધિ પાછળ શ્રદ્ધાબળ કામ કરે છે. જો શ્રદ્ધાબળ મજબૂત હોય તો કાર્ય સિદ્ધ થાય જ છે. ભગવાનનું નામ પવિત્ર છે, મંગળમય છે. તેથી તે વિઘ્ન હરે જ છે. સ્તુતિકારો કહે છે કે,
'त्वन्नाममंत्रमनिशं मनुजाः स्मरन्ति । ___ सद्यः स्वयं विगतबंधभया भवन्ति' ॥
અર્થ : તમારા નામરૂપ મંત્રનું જે મનુષ્યો અહર્નિશ સ્મરણ કરે છે, તેઓ બંધનના ભયથી સ્વયં તત્કાલ રહિત બને છે.
(૨૨) આત્માની ત્રણ દશા છે. બહિરાત્મદશા, અંતરાત્મદશા, પરમાત્મદશા, જગતમાં ભયંકરમાં ભયંકર પાપ હોય તો તે બહિરાત્મદશાનું છે. હિંસા, અસત્ય વગેરે પાપો તો પછી આવે છે. તીવ્ર બહિરાભદશા હોય, ત્યારે આત્માનો લેશ માત્ર અનુભવ થતો નથી. તેનો બધો આનંદ-પ્રમોદ કાયા અને કાયાના સુખોમાં જ સમાઈ જાય છે.
જ્યારે બહિરાત્મદશાની પરાકાષ્ટા હોય છે, ત્યારે બાહ્ય પદાર્થોમાં તીવ્ર આસક્તિ હોય છે. કંચન-કામિની-કુટુંબ-કાયા અને કીર્તિ, આ પાંચ કક્કામાં તેને પોતાનું સર્વસ્વ સમજાય છે. મારી કાયા એમ બોલે છે ખરો, પણ વસ્તુતઃ તો તેને હું રૂપે જ માને છે. હું માંદો છું, હું સ્વરૂપવાન છું, હું જ્ઞાની છું એટલે હું ઉપર ચોટ લાગે છે, ત્યારે તે સહન કરી શકતો નથી, દુઃખી થાય છે. જ્યારે તીવ્ર બહિરાત્મદશા હોય છે, ત્યારે બધી વસ્તુને તીવ્ર હુંરૂપે માની લે છે. એટલે બધી વસ્તુ તેનું એક અંગ બની જાય છે અને
જ્યારે અંગરૂપે બની જાય ત્યારે તે વસ્તુના નાશમાં અંગ કપાય ને જેટલું દુઃખ થાય તેટલું દુઃખ થાય છે. આવું મહામિથ્યાત્વનો ઉદય હોય ત્યારે થાય છે. અંતરાત્મદશામાં ‘હું સ્વરૂપે પરમાત્મા છું. બાહ્યજડના સંયોગે આ દિશામાં આવી પડ્યો છું, તેમાંથી
છૂટવા માટે પરમાત્મદશાની ભાવના કરવી એ ઉપાય છે. એ જાતિના વિચારો આવે છે. . પરમાત્મદશા એ સ્વ સ્વરૂપની પ્રાપ્તિ છે. તે સ્વરૂપની રમણતાથી પ્રાપ્ત થાય છે. તે
ધર્મ-ચિંતન • ૩૦૫