________________
આધારે તેમનું ત્રિજગદર્ચિત્તપણું નથી પણ, “સવિ જીવ કરું શાસન રસી' એવી તેમની જે ઉત્કટ ભાવના છે, તેથી જગતના જીવો તેમની તરફ પૂજા કરવા માટે ખેંચાઈને આવે છે.
ચોથું લક્ષણ વચનાતિશય છે. પ્રભુ તત્ત્વોપદેશક છે. આ જગત જો સુખી હોય કનુન શનાભજે તે કcવ છે જ હો વદ જ વર કનુ વાજા બતાવે તે સુખી છે. અન્ય દર્શનોમાં પણ યત્કિંચિત્ સારું જોવામાં આવે છે, તે પ્રભુની પાસેથી જ ગયેલું છે. જ્યાં જ્યાં સુખ કે સૌંદર્યનો અંશ પણ દેખાય છે, ત્યાં ત્યાં સમજવું કે ધર્મનો પ્રતાપ છે, એ ઉપકાર કોનો ? ભગવાનની વાણીનો, પ્રભુની વાણી અતિશયવાળી, સત્ય અને મધુર છે.
પ્રભુ ઉપાસ્ય છે, તેનું કારણ આ ચાર વિશેષતાઓ છે.
(૧૮) પ્રેમ એવી વસ્તુ છે કે સમજ હોય કે ન હોય તો પણ ખેંચાણ થાય છે. ભગવાન કેવા છે ? પ્રેમના મહાસાગર, મૈત્રી ભાવનાથી ભરેલા છે. તેમને કાંઈ લેવાનું નથી પણ પોતે પરમાત્મપદ મેળવ્યું છે. તે બીજાને કેવળ આપવાનું છે. કહ્યું છે કે
'स्वयंभूरमणस्पर्धिकरुणारसवारिणा ।
अनंतजिदनंतां वः प्रयच्छतु सुखश्रियम् ॥१॥ અર્થ –સ્વયંભૂરમણની સ્પર્ધા કરનાર કરુણારસરૂપ જળ વડે અનંતનાથ ભગવાન તમને અનંત સુખની લક્ષ્મીને આપનારા થાઓ.
તાત્પર્ય કે પ્રભુમાં કરુણારસ એટલો બધો ભરેલો છે કે તે સ્વયંભૂરમણ સાથે સ્પર્ધા કરે છે.
(૧૯) ભગવાનને જગપિતા વગેરે અનેક વિશેષણો આપવામાં તેમનું વૈશિષ્ટય શું છે? જીવને જે જોઈએ છે, તે તીર્થકર જ આપી શકે છે. જીવને શું જોઈએ છે? પ્રેમ જોઈએ છે, તે પ્રેમ પૂરેપૂરો અને શુદ્ધ કોણ આપે? તીર્થકર જ. અરિહંત અખૂટ પ્રેમનો ખજાનો છે, તે અખૂટ ખજાનો પ્રભુ આપણને આપી દે છે.
(૨૦) છોકરાને મા શું આપે છે? નથી પૈસા આપતી, નથી ભણાવતી, કેમકે પૈસા પિતાને આધીન છે. વિદ્યા ભણાવવાનું વિદ્યા ગુરુને આધીન છે, તો મા શું આપે છે ? પ્રેમ, વાત્સલ્ય, જેથી માનું ગૌરવ શાસ્ત્રમાં વધારે છે. સ્વાર્થથી ખરડાયેલો પ્રેમ આપનારી “મા' પર પણ જો પૂજ્યભાવ આવે છે, તો પ્રભુ તો શુદ્ધ અને અખૂટ પ્રેમથી ભરેલા છે, તેમના પર કેટલો પૂજ્યભાવ, સમર્પણભાવ આવે? માને વાત્સલ્ય હોય છે, તેથી પોતાના પુત્ર માટે ભાવના ભાવ્યા કરે છે કે મારો છોકરો ડાહ્યો થાય, હોંશિયાર થાય, મોટો થાય, તેમ તીર્થકર ભગવંતને જગતના દરેક જીવોને કોઈ પણ ભોગે
૩૦૪ - ધર્મ-ચિંતન