________________
નિર્માણ કરો. બીજાને સંતોષ આપવો એ મોટામાં મોટું દાન છે, મોટામાં મોટી યોગ્યતા છે. પોત્તાને ગમે તેટલાં કષ્ટ હોય તેને ન ગણતાં સામાનું કલ્યાણ થાય એ એક જ મનોરથ ઉત્તમ જીવોને હોય છે. સજ્જન પુરુષોનું એ લક્ષણ છે. જેના જેના સંસર્ગમાં તે આવે તેનો ઉદ્ધાર કરવાની જ ભાવના તેને હોય છે. આ વિશિષ્ટ ભાવના જ તમને યોગ્ય, પવિત્ર અને મહાન બનાવે છે.
(૧૪) સજ્જનની સુવર્ણની જેમ અગ્નિ પરીક્ષા થાય છે. સુવર્ણને અગ્નિમાં તપાવે અને ટીપે, એમ વારંવાર કરે ત્યારે ઘાટ ઘડાય છે. તેની જેમ દુર્જનની દુર્જનતાને સહન કર્યા વગર સજ્જનતા પ્રગટતી નથી.
(૧૫) માણસને સન્માર્ગે લાવવા માટે ચાવીઓ હોય છે. ગાળો દેવાથી, ઠપકો આપવાથી કે ગુસ્સો ક૨વાથી તે સુધરી શકે છે, એ માન્યતા બરાબર નથી. ખામોશીપૂર્વક કામ લેવામાં આવે તો ગમે તેવા ખરાબમાં ખરાબ માણસને પણ સુધારી શકાય છે.
(૧૬) ‘કર્મ ખાના ઓર ગમ ખાના.' ઓછું ખાવાથી જેમ રોગથી બચી જવાય છે, તેમ ગમ ખાવાથી ભવિષ્યમાં થતાં અનર્થોથી બચી જંવાય છે. શાસ્ત્રકારો કહે છે કે હૃદયની અંદર લઘુતા નિર્માણ કરો, તો પ્રભુતા મળશે. લઘુતામાં પ્રભુતા છે, પ્રભુતામાં ભુતા નથી.
(૧૭) પ્રભુની ઉપાસના માટે પહેલું લક્ષણ પ્રભુમાં ‘અપાયાપગમાતિશય છે' ઉપાસ્ય કોણ છે ? દેવ, તે કોને કહેવાય ? જેના બાહ્ય અને અત્યંતર બધા દોષો ટળી ગયા હોય તે, જેના દોષો ન ટળ્યા હોય, ત્યાં સુધી તેનો આત્મા મોહથી જીતાયેલો છે અને જ્યાં સુધી મોહનો ક્ષય ન થયો હોય, ત્યાં સુધી ઉપાસ્ય ગણાય નહિ. તેથી પહેલું લક્ષણ અપાયાપગમાતિશયને કહ્યું છે. અપાય એટલે રાગ-દ્વેષ અને મોહ તથા તેના પરિણામે બાહ્ય અત્યંતર કષ્ટ, તેનો ‘અપગમ' એટલે વિનાશ, સંપૂર્ણ નાશ, તે રૂપ અતિશય એટલે ચઢીયાતાપણું, જેમનામાં હોય તે ઉપાસ્ય દેવ છે.
બીજું લક્ષણ જ્ઞાનાતિશય છે. મોહનો ક્ષય થવાથી ભગવાન સર્વજ્ઞ, સર્વદર્શી છે. પરબ્રહ્માનંદ સ્વરૂપે છે. આ જ્ઞાન આખા જગતને જાણનારું છે, છતાં મગજ ૫૨ બોજો વધારનારું નથી, તે આત્મગુણરૂપ હોવાથી પરબ્રહ્મના આનંદ સ્વરૂપ છે. આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપમાં ચિહ્નો અર્થ જ્ઞાન છે. તે જ્ઞાનનો સ્વભાવ છે કે આનંદ આપે. ચૈતન્ય પ્રગટ થાય એટલે આનંદ આવે અને આનંદ આવે એટલે ચૈતન્ય પ્રગટ થાય.
ઉપાસ્ય દેવનું ત્રીજું લક્ષણ પૂજાતિશય છે. પ્રભુ ત્રિજગદર્ચિત છે. ત્રિજગદચિત્તત્વ તેમનું મહાઉપકારત્વ સૂચવનારું છે. બીજા લોકો તેમની પૂજા કરે છે, તેના
ધર્મ-ચિંતન - ૩૦૩